Gujarat Rain Update:હવામાન વિભાગના (Meteorological Department) અનુમાન મુજબ રાજ્યભરમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ( rain) શક્યતા છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્ય વરસાદ (rain) વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર દિવસોમાં ગુજરાતમાં વરસાદનું (rain)જોર ઓછું થઇ શકે છે. હાલ બંગાળીમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી દિવસમાં રાજ્યમાં મેઘરાજા વિરામ લઇ શકે છે. જો કે ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે.
ઉપરવાસમાં પાણીની ભારે આવક થતા સરદાર સરોવર ડેમના પાંચ પાંચ દરવાજા ખોલવામાં આવ્યાં છે. પાંચ દરવાજા ખોલી નર્મદા નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જો કે આજે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થઇ રહ્યો છે. ચોમાસાની સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની જળસપાટી 134.45 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં બે લાખ 66 હજાર 120 ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 82 ટકા ભરાયો છે.
ગુજરાતના ડેમની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યના કુલ 207માંથી પૈકી 47 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટ્રના 141માંથી પૈકી 35ઓવર ફ્લો થયા છે. તો કચ્છના 20 પૈકી છ અને દક્ષિણ ગુજરાતના 13 પૈકી છ જળાશયો છલોછલ થયા છે.
રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 68.13 ટકા જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં કુલ 53.12 ટકા, કચ્છના 20 ડેમોમાં કુલ 51.70 ટકા જળસંગ્રહ છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં કુલ 74.96 ટકા જળસંગ્રહ છે. તો મધ્ય ગુજરાતના 17 જળાયોમાં 48.26 ટકા અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.41 ટકા પાણીનો જથ્થો છે.
રાજ્યના 206 પૈકી 88 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે.. 90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર છે તો 70થી 80 ટકા ભરાયેલા 11 જળાશયો વોર્નિંગ પર છે.ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 69.64 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 87.17 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 83.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.49 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 52.06 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 52.67 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.