Gujarat Rain Forecast:ગુજરાતમાં આગામી 5 વરસાદી માહોલનું અનુમાન છે. સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાની મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છુટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે. તો કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
કચ્છ-સૌરાષ્ટ્રના 11 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે . સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબીમાં હળવા વરસાદની શક્યતા છે.દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે મોસમનો મિજાજ બદલાય શકે છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીની સાથે નવસારી અને વલસાડ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળો પર વરસાદ વરસી શકે છે.મધ્ય ગુજરાતના 8 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે વરસાદ વરસી શકે છે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગર,વડોદરા અને છોટા ઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા છે.
ચોમાસાની સિઝનની કેટલો વરસાદ વરસ્યો?
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 124.61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 128.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 120.69 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 107.61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યના ડેમની શું છે સ્થિતિ?
ચાલુ વર્ષે સિઝનમા પ્રથમવાર સરદાર સરોવર ડેમ 91.56 ટકા ભરાયો છે. હાલ સરદાર સરોવર ડેમમાં ચાર લાખ 48 હજાર 629 ક્યુસેક પાણીની આવક સામે બે લાખ 80 હજાર ક્યુસેક પાણીની જાવક છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 167 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 146 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 11 જળાશયો એલર્ટ પર છે. જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 10 જળાશયો વોર્નિંગ પર છે.
આ પણ વાંચો
ગુજરાતમાં દોડશે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, PM મોદી બતાવશે લીલી ઝંડી, જાણો તમામ જાણકારી