Rain Forecast:હવામાન વિભાગના અનુમામ મુજબ આગામી ત્રણ દિવસ ફરી ગુજરાતમાં મેઘમલ્હાર છવાશે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો હવામન વિભાગે અનુમાન વ્યક્ત કર્યાં છે.  વિરામ બાદ ફરી મેઘરાજાનું રાજ્યમાં ધમાકેદાર આગમન થશે. હવામાન વિભાગના અનુમાન મુજબ  ત્રણ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની  આગાહી કરવામાં આવી છે.


આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ


હવામાન વિભાગની આગાહી મુજબ  આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે. જો કે કેટલાક જિલ્લા એવા છે. જેમાં મેઘરાજાની ઘૂવાધાર એન્ટ્રી થઇ શકે છે. સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે ભારે  વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુર,નર્મદા, તાપી જિલ્લામાં પણ  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, આજે અને આગામી 2 દિવસ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. મોરબી, ભાવનગરમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.                                                                                                                                     


સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 73.66 ટકા વરસાદ


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 54.88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  કચ્છમાં સૌથી વધુ 75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 73.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.49 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 34.37 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 29.61 ટકા વરસાદ વરસ્યો છે.                                   


અત્યાર સુધી વરસેલા વરસાદથી  રાજ્યના 207 પૈકી 45 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.. સૌરાષ્ટ્રના 35, કચ્છના છ તો દક્ષિણ ગુજરાતના ચાર ડેમ છલોછલ છે.  સરદાર સરોવર ડેમમાં હાલ 53.67 ટકા જળસંગ્રહ છે.