Gujarat Rain Forecast:  ગુજરાત પર ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગે 9 જુલાઇ સુઘી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જો કે કેટલાક દરિયા કાંઠા વિસ્તારમાં ભારે વરસાદનો પણ અનુમાન છે.


રાજ્યમાં ચોમાસાનું બીજા રાઉન્ટ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ 9 જુલાઇ સુધી વરસાદ વરસવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ આગામી ત્રણ  દિવસ રાજ્યમાં વરસાદ પડશે. જો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી ત્રણ  દિવસ ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગે આપેલી તાજેતરની માહિતી મુજબ આગામી ત્રણ દિવસ જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, દીવ, અમરેલી,પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 3થી4 દિવસ હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતાને લઇને 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


ગઇકાલથી સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે, આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ વાત છે કે, છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ બનાસકાંઠા જિલ્લામાં જોરદાર બેટિંગ કરી છે, અને ઠેર ઠેર પાણી પાણી કરી દીધા છે. આ બધાની વચ્ચે અહીં ગઇકાલેથી શરૂ થયેલા છેલ્લા 24 કલાકના બનાસકાંઠા જિલ્લાના વરસાદના આંકડા આપવામાં આવ્યા છે. જાણો અહીં બનાસકાંઠા જિલ્લામાં ક્યાં કેટલો પડ્યો વરસાદ.... 


બનાસકાંઠા જિલ્લામાં જિલ્લામાં સાર્વત્રિક
બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં જોરદાર વરસાદ તુટી પડ્યો છે, જિલ્લામાં સૌથી વધારે લાખણી, પાલનપુર, દાંતા અને દિયોદરમાં વરસાદ ખાબક્યો છે. આંકડા પ્રમાણે, સાડા ત્રણ ઇંચ લાખણીમાં, ત્રણ ઇંચ પાલનપુરમાં અને દાંતા અને દિયોદરમાં અઢી- અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. 


 


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 157 તાલુકામાં વરસાદ


છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં 4 ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં પાટણના સરસ્વતીમાં 4 ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં પોણા ચાર ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં મહેસાણાના વિજાપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાડા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના લાખણીમાં સવા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં સવા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના પાલનપુરમાં 3 ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કચ્છના ભૂજમાં ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના મેઘરજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં રાજકોટના જેતપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સુરતના ચોર્યાસીમાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં રાજકોટના ધોરાજીમાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માણાવદરમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દિયોદરમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં મહેસાણાના ખેરાલૂમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં મહેસાણાના વડનગરમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ વરસાદ


થરાદ, કાલાવડ, પાટણમાં બે બે ઈંચ વરસાદ


ખેડબ્રહ્મા, કોટડા સાંગાણીમાં પોણા બે ઈંચ વરસાદ


વડગામ, જામકંડોરણામાં પોણા બે ઈંચ વરસાદ


નેત્રંગ, ગોંડલ, ડીસામાં દોઢ દોઢ ઈંચ વરસાદ


ડીસા, પાલિતાણા, કપરાડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ


કાકરેજ, અમીરગઢ, ભાભરમાં દોઢ ઈંચ વરસાદ


દાંતિવાડા, કડાણા, સુઈગામમાં સવા સવા ઈંચ વરસાદ


વડીયા, વલસાડ, ધોલેરા, સિનોરમાં સવા સવા ઈંચ વરસાદ


ઉમરગામ, વિરમગામ, વાગરા, મેંદરડામાં એક એક ઈંચ વરસાદ


ધાનેરા, લોધિકા, ઝઘડીયા, માંડવી, વાંકાનેરમાં એક એક ઈંચ વરસાદ પડ્યો છે.