Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટના જિલ્લામાં હળવાની મધ્યમ વરસાદ થઇ શકે છે. 16 મે સુધી બપોર બાદ રાજ્યમાં વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગઇકાલે પણ વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ પવનની ગતિ 40 થી 50 પ્રતિ કિલોમીટર સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દ્વારકા, ભાવનગર , મોરબી , પોરબંદર , રાજકોટ જૂનાગઢ અમરેલી, ગીરસોમનાથ માં વરસાદની આગાહી કરી છે. નવસારી , દાદરાનગર હવેલી , ડાંગ , વલસાડમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
રાજ્યના ક્યાં જિલ્લામાં વરસ્યો વરસાદ
સોમવારે અમદાવાદમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં અમાદાવીઓને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. બપોર બાદ . 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા અનેક વિસ્તારોમાં ઉડી ધૂળની ડમરી ઉડી હતી. . વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે. સોમવારે અમદાવાદમાં ફુંકાયેલા મિની વાવાઝોડાથી અલગ અલગ વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. નરોડા, જોધપુર, થલતેજ, વસ્ત્રાપુર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં એક ડઝનથી વધુ વૃક્ષો ધરાશાયી થયાં છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કચ્છ જિલ્લામાં જોવા મળી..ભારે પવન સાથે રાપરમાં ઉડી ધૂળની ડમરી.. તો ગાંધીધામ, અંજાર, આદિપુરમાં વરસ્યો કમોસમી વરસાદ.. કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતોને નુકસાનની ભીતી સેવી રહ્યાં છે.
ભારે પવન સાથે વરસાદ વરસતા નર્મદા જિલ્લામાં ભારે નુકસાન થયું છે. .. ડેડીયાપાડા, સાગબારા, રાજપીપળા શહેરના કાચા મકાનોના પતરા ઉડ્યાં હતા. .. તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. .. ભુછાડમાં વીજળી પડતા વૃક્ષ બળીને ખાખ થઇ ગયા.પાટનગર ગાંધીનગરમાં પણ ભારે વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા . સેક્ટર 26માં મકાન પર લાગેલ મોબાઈલ ટાવર પણ ધરાશાયી થયો હતો. તો કેટલાક ઠેકાણે વૃક્ષો જમીનદોસ્ત થયા હતા. વંટોળ સાથે વરસાદ વરસતાં. છોટા ઉદેપુરના નસવાડીમાં.. સ્ટેટ આર એન્ડ બીના જુના રેસ્ટ હાઉસના કમ્પાઉન્ડમાં વૃક્ષ ધરાશાયી થતા એક કાર ક્ષતિગ્રસ્ત થઇ હતી.બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં પવનની સાથે ઉડી ધૂળની ડમરી તો થરાદ પંથકમાં ભારે પવનને લીધે કેટલાક મકાન અને દુકાનોના ઉડ્યા પતરા. અમીરગઢ અને દાંતા પથંકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો..
પાકને નુકસાન
કમોસમી વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધારી છે. પવન સાથે વરસાદ વરસતા કેસર કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. . બદલાયેલા મોસમના મિજાજથી આ વર્ષે ફક્ત બે લાખ મેટ્રિક ટન કેસર કેરીનું ઉત્પાદન થવાની શક્યતા છે.