Damage to Farmers Due to unseasonal Rain: બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં સોમવારે વરસેલા કમોસમી વરસાદ (Unseasonal Rain)ના કારણે ખેડૂતો (Farmer)ના ઉનાળુ બાજરી સહિતના પાક (Crop)ને નુકસાન થયું છે. બનાસકાંઠાના દાંતાના અનેક વિસ્તારમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમીરગઢ, વડગામમાં ભારે પવન સાથે માવઠુ પડ્યું હતું. માવઠાના કારણે ખેડૂતો (Farmer)ના ખેતરમાં ઉભેલા ઉનાળુ બાજરીનો પાક (Crop) નમી જતા ખેડૂતો (Farmer)ને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો (Farmer)એ પરસેવો પાડી પાક (Crop)ની જાળવણી કરી હતી. જોકે ખેડૂતો (Farmer)ની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું હતું.
હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ દાંતા,અમીરગઢ,વડગામ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ (Unseasonal Rain) પડતા ખેડૂતો (Farmer)ના ઉનાળુ બાજરી સહિતના પકોને નુકસાન થતાં ખેડૂતો (Farmer)ની હાલત કફોડી બની છે.
બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ દાંતાના અનેક પંથકોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યો હતો. જેને લઈને દાંતા પંથકમાં અનેક વૃક્ષો ધરાસાઈ થતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયાં હતાં. તો જિલ્લાનાં અમીરગઢ અને વડગામમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસયો હતો.
જોકે વડગામના મુમનવાસ, અંધારીયા, હોતાવાડામાં ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતો (Farmer)નાં ખેતરોમાં ઉભેલ ઉનાળુ બાજરીનો પાક (Crop) નમી જતા બાજરીના પાક (Crop)ને ભારે નુકસાન પહોંચ્યું છે. ખરા ઉનાળામાં પરસેવો પાડીને ખેડૂતો (Farmer)એ બાજરીના પાક (Crop)ને તૈયાર કર્યો હતો પરંતુ કમોસમી વરસાદ (Unseasonal Rain) સાથેના ભારે પવને ખેડૂતો (Farmer)ની મહેનતને પાણીમાં ફેરવી દેતા ખેડૂતો (Farmer)ને નુકસાન પહોંચતા ખેડૂતો (Farmer)ની હાલત કફોડી બની છે.
ઈકાલે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain) ખાબક્યો હતો. આ વરસાદ (Rain)ને પગલે ગરમીમાં તો રાહત મળી પણ અનેક જગ્યાએ ખેતીના પાકને નુકસાન થયાના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ (Rain) પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકામાં અઢી ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. ભરૂચના નેત્રંગ તાલુકામાં બે ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તથા ભરૂચના વડીયા તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ (Rain) પડ્યો છે. નર્મદાના તીલકવાડા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ (Rain)પડ્યો છે.