Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણમાં થઇ શકે છે. ખાસ કરીને 22 જૂન બાદ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરશે તેવો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી દરમિયાન આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. આજે પંચમહાલ,દાહોદ,વડોદરામાં પણ વરસાદ પડી શકે છે. આજે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનો અનુમાન છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી દરમિયાન પોરબંદરમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. અહીં ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા છે. પોરબંદરમાં પહેલા વરસાદે જ પાલિકની પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે.અહીં છાયા ચોકી રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો બોખીરા, કમલાબાગ, નરસંગ ટેકરીમાં વરસાદના કારણે રસ્તા જળમગ્ન બન્યા છે.
શનિવારે અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો, અહી સાવરકુંડલા, લીલીયા, વડીયામાં ધોધમાર વરસાદ વરસ્યો. લીલીયાના દુધાળા, જાત્રુડા,સાજન, ટીંબા, અંટાળીયા, ભોરિંગડા, ઈંગોરાલા,મોટા ગોખરવાળા, નાના ગોરખરવાળા, લાપાળીયામાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે. જો કે ગુજરાતમાં હજુ વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોને રાહ જોવી પડશે.હવામાન વિભાગની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારથી વરસાદીની એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ખંભાળીયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી.
એક બાજુ દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી થઇ ચૂકી તો કેટલાક રાજ્ય હજુ પણ હિટવેવથી પરેશાન છે.ઉત્તર ભારતના રાજ્યોમાં લોકોએ હજુ પણ વરસાદની રાહ જોવી પડશે. બીજી તરફ દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને દિલ્હી એનસીઆર જેવા ઉત્તર ભારતીય રાજ્યોના લોકોને ગરમીથી (Heat) રાહત મળવાની નથી. ઘણા રાજ્યોમાં રવિવારે (16 જૂન) તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાનું છે.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી એનસીઆર, પંજાબ, બિહાર અને ઝારખંડમાં લોકોને ભારે આંધી વંટોળનો સામનો કરવો પડશે. આ સાથે હિટવેવને લઇને પણ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે.