Gujarat Weather: ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવતીકાલથી રાજ્યમાં વધુ સક્રિય વરસાદ શરૂ થશે અને આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 5 દિવસ પહેલા ચોમાસાનો પ્રારંભ થયો હતો, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં તેની ગતિ ધીમી રહી હતી. હવે, ધીમે ધીમે ચોમાસું વેગ પકડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે.


આજે રાજ્યના આ જીલ્લામાં વરસાદ પડશે


ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તવસારી, વલસાડ, તાપી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ.


હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને લઈને ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર ઉત્તર ભારતમાં હજુ થોડા દિવસો સુધી તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત રહેશે. આગામી બે દિવસ પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.



હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે સાથે વાવાઝોડા અને વીજળીના ચમકારાની શક્યતા છે. 15 અને 16 જૂને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ (>204.4 મીમી) થવાની સંભાવના છે. જેના કારણે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


IMD અનુસાર, ઉત્તર પૂર્વના રાજ્યો સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. શનિવારે (15 જૂન) પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ નોંધાયો હતો.


ઉત્તર ભારતમાં હીટવેવની શક્યતા


હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં 17 થી 19 જૂન, 2024 સુધી ગંભીર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. 18 જૂન, 2024ના રોજ જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનના વિવિધ સ્થળોએ ગરમીની લહેર આવવાની સંભાવના છે.


IMD અનુસાર, 16 જૂન, 2024 ના રોજ બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડના કેટલાક ભાગોમાં તીવ્ર હીટવેવ રહેશે. આગામી 4-5 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ અને ઉત્તર પૂર્વ બંગાળના ભાગોમાં ત્રાટકી શકે છે.