Unseasonal Rain forecast:સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યમાં મોસમનો મિજાજ બદલાયો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે માવઠાની હવામાન વિભાગે  આગાહી કરી છે.મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ,મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદામાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં છુટાછવાયા વરસાદની હવામાન વિભાગે શક્યતા  વ્યક્ત કરી  છે.


કમોસમી વરસાદના વાદળો ઘેરાતા રાજ્યમાં તાપમાનું આશિંક પ્રમાણ ઘટ્યું છે.  ગરમીનું પ્રમાણ.. 20થી વધુ શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઓછુ નોંધાયા છે. તાપમાનમાં આંશિક ઘટાડો થતાં  ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે.કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમરેલી, રાજકોટ, કેશોદ, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. .. 41.2 ડિગ્રી તાપમાન પહોંચતા અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.


 આજના માવઠાની આગાહી બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એકવાર  કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થઇ શકે છે. અમદાવાદમાં શનિવારે મહત્તમ તાપમાન 1.8 ડિગ્રી સુધી ઘટીને  39.8 ડિગ્રીએ પહોંચ્યું છે.ગરમીનો પ્રકોપ વધતા દેશના કેટલાક ભાગોમાં જળસંકટની શરૂઆત પણ થઇ ગઇ છે.  દક્ષિણ ભારતમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે.  42 જળાયશોમાં ફક્ત 17 ટકા જ જળસંગ્રહ છે.25 એપ્રિલના આંકડા મુજબ રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ 46.51 ટકા જળસંગ્રહ.. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી ઓછો 23.55 ટકા જળસંગ્રહ છે.