અમદાવાદ: સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. યુનિવર્સીટી પરિસરમાં વિવિધ ડિપાર્ટમેન્ટ જેમ કે ફાર્મસી, સિવિલ ,એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વગેરે વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ પ્રોજેક્ટ ડિસ્પ્લે કરવામાં આવ્યા. આ પ્રોજેક્ટ ફરમાન 300 જેટલા પ્રોજેક્ટ ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા. જેની 1000 થી વધારે વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી.




યુનિવર્સિટી પરિસરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અભ્યાસના ભાગરૂપે અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવતા હોય છે, પરંતુ આ પરીક્ષા લક્ષી પ્રોજેક્ટ, માત્ર અભ્યાસ કે પરીક્ષા પુરતા સિમિત ન રહે તે માટે, તેનો ઉપયોગ લોકોના હિત માટે થાય સમસ્યાના નિરાકરણ માટે કરી શકાય તે હેતુથી વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું.




'આવિષ્કાર 2024' નામે આયોજિત કાર્યક્રમમાં ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલ 30 નિષ્ણાતોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ ફેરમાં સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સને રોકડ રકમોના ઇનામોથી પુરસ્કારિત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટરની ખાસિયતી એ હતી કે અલગ અલગ ક્ષેત્રના ઉદ્યોગ સાથે સંકળાયેલ જાણકારોએ યુવા વિદ્યાર્થીઓને તેમની પ્રોડક્ટને પ્રોડક્શનથી માર્કેટમાં કેવી રીતે લઈ જવી વગેરે જેવી બાબતો અંગે ટીપ્સ પણ આપી હતી.


તમને જણાવી દઈએ કે, આ ફેરમાં 2500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે એન્જિનિયરિંગ, સામાજિક કાર્ય, વિજ્ઞાન સહિત વિવિધ ક્ષેત્રોના 650થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આજના યુવાનોમાં અપાર પ્રતિભા અને સમસ્યાઓનું નિરાકરણ શોધવાની ઉત્સુકતા આ પ્રોજેક્ટ ફેરમાં જોવા મળી હતી. 'શિક્ષણથી નવીનતા સુધી' ના સૂત્રને આગળ ધપાવતો આ ફેર વિદ્યાર્થીઓને શિક્ષણ દ્વારા નવીન વિચારો અને ઉકેલો શોધવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિવિધ વૈશ્વિક સમસ્યાઓ માટે વિદ્યાર્થીઓએ શોધેલા ઉકેલો રજૂ કરવા માટે આ પ્રોજેક્ટ ફેર એક મહત્વના પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું હતું. આ પ્રોજેક્ટ્સના મૂલ્યાંકન માટે જાણીતા ઉદ્યોગોના 30થી વધુ નિષ્ણાતો આ ફેરમાં આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને તેમને માર્ગદર્શન પણ આપ્યું હતું. આ ફેરમાં વિદ્યાર્થીઓએ રજૂ કરેલા પ્રોજેક્ટ્સ જોઈને મુલાકાતીઓ પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ પ્રોજેક્ટ્સ એન્જિનિયરિંગના અદ્ભુત નમૂનાઓથી લઈને સમાજને ઉપયોગી સામાજિક પહેલો સુધીના વિવિધ ક્ષેત્રોને આવરી લીધા હતા.