TET -2 Exam :પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે આજે રાજ્યમાં  Tet-2ની પરીક્ષા લેવાઇ રહી છે. આ પરીક્ષામાં કુલ 2 લાખ 76,00 ઉમેદવાર પરીક્ષા આપશે.


ટેટ-2ની પરીક્ષા માટે  અમદાવાદ શહેરમાં 35089, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 38538 પરીક્ષાર્થી પરીક્ષા આપી રહ્યાં છે. નોંધનિય છે કે, અમદાવાદ અને વડોદરાના પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. અમદાવાદના 5 અને વડોદરાના 2 પરીક્ષા કેન્દ્રમા ફેરફાર કરવામાં આવ્યા છે પરીક્ષાર્થીને નવા પરીક્ષા કેન્દ્રો ધ્યાને લેવા  સુચના આપી દેવાઇ છે. રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર મુદ્દે સૂચના આપી હતી.


નોંધનિય છે કે, આ પરીક્ષા સરકારી શાળામાં શિક્ષકની ભરતી માટે લેવાઇ છે જો કે પરીક્ષા અને તેના પરિણામ બાદ પણ વર્ષો સુધી શિક્ષકની ભરતી ન કરાતા પરીક્ષાનો કોઇ અર્થ શરતો નથી આવી સ્થિતિમાં પરીક્ષાર્થીએ પરિણામ બાદ તરત જ સરકાર શિક્ષકોની  ભરતી માટે તજવીજ હાથ ધરે તેવી આશા પરીક્ષાર્થીઓ સેવી રહ્યાં છે.


ગત રવિવારે રાજ્યભરમાં ટેટ - 1 ની પરીક્ષા લેવાઇ હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને કોઇ ગરબડી વિના આ પરીક્ષાપૂર્ણ થતાં પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. રાજ્યમાં પ્રાથમિક શિક્ષકની ની ભરતી માટેની ટેટ-1 પરીક્ષા લેવાઇ છે. પરીક્ષા પ્રમાણમાં સહેલી રહેતા ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો આ પરીક્ષામાં ઉમેદવારોને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ને અભ્યાસ સંદર્ભે ઉપરાંત તાર્કિક પ્રકારના , અંગ્રેજી ભાષા ના કેટલાક સવાલો પૂછવામાં આવ્યા આ પરીક્ષા માટે કુલ 86 હજાર જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી 73, 279 ઉમેદવારો હાજર રહ્યા. જ્યારે 12762 ઉમેદવારો ગેરહાજર રહ્યા. ધોરણ એક થી પાંચ માં શિક્ષક તરીકે નોકરી માટે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. જોકે મહત્વપૂર્ણ વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા હજુ પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની ભરતીની જાહેરાત નથી કરવામાં આવી. આ સ્થિતિમાં ટેટ -1 પરીક્ષા લેવામાં આવી પાંચ વર્ષ પછી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પરીક્ષા આપેલ ઉમેદવારો ઝડપથી પ્રાથમિક શિક્ષકોની ભરતી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે.


Gujarat Corona Case Update: રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, 1 વ્યક્તિનું થયું મોત


Gujarat Corona Case Update: રાજ્યમાં આજે કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે 331 કોરોનાના કેસ સામે આવ્યા હતા જેની સામે આજે 254 કેસ નોંધાયા છે. જો કે, આજે કોરોનાથી એક દર્દીનું મોત પણ નિપજ્યું છે. સૌથી વધુ કેસ આજે અમદાવાદમાં 73 કેસ નોંધાયા છે. આ સિવાય સુરત જિલ્લામાં 46, રાજકોટમાં 3 તેમજ વડોદરા જિલ્લામાં 37 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં 10, અમરેલી-વલસાડમાં 8-8 તેમજ ગાંધીનગર જિલ્લામાંથી નવા 17 સંક્રમિતો નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 1917 પર પહોંચ્યો છે.


કોરોના મહામારીને લઈ આદર પૂનાવાલાએ કરી રાહતરૂપ 'ભવિષ્યવાણી'


 કોરોના ધીમે ધીમે ફરી એકવાર માથુ ઉચકી રહ્યો છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કેસોમાં વધારો થયો છે. આગામી સમયમાં કોરોના મહામારી વધારે વિકરાળ બનશે તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ કોરોનાની વેક્સીન બનાવનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કોરોનાના વર્તમાન વેરિએંટને લઈને મહત્વની જાણકારી આપી છે. 


અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે કોવિડ-19નો વર્તમાન સ્ટ્રેન માઈલ્ડ છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) એ કોવેક્સ રસીના 5-6 મિલિયન ડોઝનું ઉત્પાદન કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,193 નવા COVID-9 કેસ નોંધાયા છે. ચેપના સક્રિય કેસોની સંખ્યા હવે વધીને 67,556 થઈ ગઈ છે.