Rain Forecast :દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ભારતમાંથી વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ દેશના વિવિધ ભાગોમાં વરસાદ હજુ પણ તબાહી મચાવી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન એરિયા  રચાઈ રહ્યું છે, જે આજે એટલે કે 27 ઓક્ટોબરના રોજ ચક્રવાત મોન્થામાં ફેરવાઈ શકે છે. વિભાગે જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ઓડિશામાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ, તોફાની પવન અને તોફાની દરિયાઈ સ્થિતિ ચાલુ રહેશે.ગુજરાતમાં પણ આગામી 7 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી છે.

Continues below advertisement

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર

પશ્ચિમ રાજ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અરબી સમુદ્ર પર દબાણ અને ટ્રફને કારણે ચોમાસા પછીની પ્રવૃત્તિને કારણે 30 ઓક્ટોબર સુધી વધુ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં 28 અને 29 તારીખે ભારે વરસાદની આગાહી છે.

Continues below advertisement

100KMPHની ગતિએ ફૂંકાશે પવન

IMD મુજબ, આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 28 ઓક્ટોબરના રોજ દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. 29 ઓક્ટોબર, મંગળવારના રોજ તે તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિણમશે અને મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે તેવી અપેક્ષા છે. પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું હતું કે 1-2 મીટર ઊંચા મોજા પણ ઉછળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયા ન ખેડવા સૂચના અપાઇ છે.