Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હવે થન્ડરસ્ટ્રોમ એક્ટિવીટ બંધ થઇ જશે .આગામી 15 દિવસ હજુ વરસાદની શક્યતા નહીંવત છે.  15 જૂન પછી ચોમાસું સક્રિય થશે. હાલ નૈઋત્યનું ચોમાસું મુંબઈમાં સ્થિર છે.  ઉત્તર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે.

જૂનથી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. જૂન મહિનાના બીજા પખવાડિયામાં વરસાદનું જોર વધશે. 40 ડિગ્રી તાપમાન છતાં વધુ પડતા ભેજના કારણે 42થી 45 ડિગ્રી જેવી ગરમીનો અનુભવ થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે મહારાષ્ટ્રમાં બહુ ઝડપથી ચોમસાનું આગમન થઇ ગયું પરંતુ ગુજરાતમાં ચામોસાની  એન્ટ્રી 15 જૂન બાદ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

હવામાન વિભાગની છૂટછવાયા વરસાદની આગાહી વચ્ચે અરવલ્લીના ભિલોડા પંથકમાં મોડી રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો. અસહ્ય ગરમીમાંથી સ્થાનિકોને રાહત મળી છે. ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી મોહાલ છવાયો હતો. અહીં લીલછા, ધોલવાની સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો,. ગુજરાતમાં હાલ પ્રિમોનસુન એક્ટિવિટીના ભાગરૂપે છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો કેરળ તમિલાનાડુ મિઝોરમ મહારાષ્ટ્રમાં ચોમાસા બેસી ગયું છે.. અહીંપૂર્વોતરના રાજ્યોમાં પૂરનો પ્રકોપ વધ્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલન સાથે જોડાયેલી ઘટનામાં 26 લોકોનાં મોત થયા છે. અનેક રાજ્યોમાં 3 જૂન સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ છે.

પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે.  કોંકણ, ગોવા, કેરળ, દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની ચેતવણી છે.  

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે પવન સાથે વરસાના કારણે  વૃક્ષ ધરાશાયી થતાં  બે પ્રવાસી મહિલા ઈજાગ્રસ્ત થઇ છે.  તો બીજી તરફ દેહરાદૂનના કટાપથર ખાતે નદીમાં ડૂબતા 5 યુવાનોનો બચાવ થયોછે  ... પાણીનું સ્તર અચાનક વધવાથી બાઇક સવારો નદીમાં ફસાઈ ગયા હતા જો કે SDRFની ટીમે પોતાનો જીવ જોખમમાં મૂકીને યુવાનોના જીવ બચાવ્યા હતા.

ઉત્તર પૂર્વમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 27 લોકોના મોત થયા છે.અરુણાચલમાં નવ, મેઘાલયમાં છ લોકોના મોત થયા છે. આસામ અને મિઝોરમમાં પાંચ-પાંચ લોકોના મોત થયા છે.  ત્રિપુરા અને નાગાલેન્ડમાં બે લોકોના મોત નિપજ્યાં છે.

 મે મહિનાના અંતમાં પણ રોહતાંગમાં હિમવર્ષા યથાવત. બરફવર્ષાના કારણે પ્રવાસીઓ ખુશ ખુશાલ જોવા મળ્યા.પ્રવાસીઓએ બરફવર્ષાના ફોટા કેમેરામાં કેદ કર્યા. જો કે બરફ વર્ષાના કારણે પહાડોમાં વાહનો ચલાકોને ભારે  મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આસામમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જન જીવન ખોરવાયું છે. કરીમગંજમાં પૂર જેવી સ્થિતિથી લોકો હાલાકી ભોગવી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદીઓ  બે કાંઠે વહી રહી છે. શહેરો જળમગ્ન થયા છે.

આસામના લખીમપુરમાં ભારે વરસાદના કારણે નદીઓ થઈ ઓવરફ્લો  છે. નદીઓના પાળા તૂટતા રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ છે.સતત વરસી રહેલા વરસાદના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.ય

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં  પણ ભારે વરસાદના કારણે લોકો પરેશાન છે. અહીં પણ જનજીવન પ્રભાવિત થયું છે. મૂશળધાર વરસાદના કારણે રસ્તાઓ પર વહેતી નદી થઈ છે. ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી થઇ છે.

મણિપુરમાં પણ ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ આફતરૂપ બન્યો છે. ધોધમાર વરસાદથી તબાહી સર્જી છે. ઈમ્ફાલમાં ભારે વરસાદના કરણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ છે. રહેણાંક મકાનમાં નુકસાન પહોંચ્યું છે. જળમગ્ન થતા જનજીવન ખોરવાયું છે.