અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશથી સરહદી રાજ્યોમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલ અને બ્લેક આઉટનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના અનેક શહેરોમાં આજે મોકડ્રીલ યોજાઈ હતી. આ દરમિયાન લોકોને સાવચેત રહેવા અને સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  ગુજરાતમાં મોકડ્રીલ બાદ બ્લેકઆઉટ શરુ થયું હતું. સાયરન વાગતા જ અનેક શહેરોમાં અંધારપટ જોવા મળી રહ્યો છે.  નડાબેટ સિવિલ ડિફેન્સમાં મોકડ્રીલનં આયોજન કરાયું હતું.  નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે યુદ્ધ સહિત કોઈપણ કુદરતી આપત્તિ સમયે ઇજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત કઈ રીતે ખસેડવા તેને લઈને મોકડ્રીલ યોજાઈ હતી.  સાજે 7.45થી 8.15 સુધી બ્લેક આઉટ રાખવામાં આવ્યું હતું. ઓપરેશન શિલ્ડ અંતર્ગત સુઈગામના નડાબેટમાં મોકડ્રીલ યોજાઈ હતી.

કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. ભારત-પાક વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં મોકડ્રીલ  યોજાઈ હતી.  આજે ફરી 31 મે 2025ના રોજ પાકિસ્તાન સરહદથી જોડાયેલા ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને જમ્મુ કાશ્મીરમાં 'ઓપરેશન શિલ્ડ' અતર્ગત મોકડ્રીલ અને બ્લેકઆઉટ  શરૂ થયું હતું. સાયરન વાગતા જ ગુજરાતના  અનેક જિલ્લામાં બ્લેકઆઉટનો અમલ  કરવામાં આવ્યો હતો. 

રાજકોટ શહેર SOG દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી.  150 ફૂટ રિંગરોડ પર રિલાયન્સ મોલમાં બોમ્બ મૂકવામાં આવ્યા હોવાને લઈ મોકડ્રી યોજવામાં આવી હતી. મોકડ્રીલમાં બોમ્બ સ્કોડ, સ્કોડ અને સ્થાનિક પોલીસ મોકડ્રીલમાં જોડાઈ હતી.

સુરત શહેરના ઉમરવાડા સ્થિત ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. આ દરમિયાન લોકોને સાવચેતીના પગલા કેવી રીતે રાખવા તેની માહિતી આપવામાં આવી હતી.  

 

પોરબંદરમાં બ્લેકઆઉટ

ઓપરેશન શિલ્ડ અંતર્ગત પોરબંદર શહેરમાં 8 વાગ્યે  સાયરન વાગ્યા હતા. બ્લેકઆઉટની શરુઆત કરવામાં આવી હતી.  સાયરન વાગતા શહેરમાં અંધારપટ જોવા મળ્યો હતો.  પોરબંદર જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ બાદ બ્લેક આઉટને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.  પોરબંદર શહેરના મોટાભાગના વિસ્તારમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો.  પોરબંદર શહેરના કેટલાક વિસ્તારમાં  અંધારપટ અન્ય કેટલાક વિસ્તારમાં કોઈ અસર નહીં.