અમદાવાદ:  પેપરલીકકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. પેપર લીકમાં પોલીસે બનાવેલા આરોપીએ એબીપી અસ્મિતા સમક્ષ સૌથી મોટી કબૂલાત કરી છે.  30 લાખમાં પેપરનો સોદો થયો હોવાની જયેશ પટેલે કબૂલાત કરી છે. 


પેપર લીક કાંડમાં પોલીસ FIRમાં દર્શાવેલ ફરાર આરોપીએ એબીપી અસ્મિતાને ફોન કરીને ગુનાની કબૂલાત કરી છે.  પેપર લીક કાંડમાં પોલીસ FIRમાં જેમનું નામ સૌથી પહેલા છે  તેવા જયેશ પટેલ નામના આરોપીએ પેપર લીધુ હોવાની એબીપી અસ્મિતાને ફોન કરીને જાણ કરી છે.  એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જયેશ પટેલે એવો દાવો પણ કર્યો કે પેપર ભોળા ભાવે લીધુ હોવાની અને પોતાના પરિવાર નિર્દોષ હોવાનો દાવો કર્યો છે. 


જયેશ પટેલે એબીપી અસ્મિતાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. આ સાથે જ જયેશ પટેલે વીડિયો સંદેશ પણ મોકલ્યો છે.  ટેલિફોનિક વાતચીતમાં જયેશ પટેલે ખુલાસો કરતા જણાવ્યું કે તેણે આ પેપરનો 30 લાખમાં સોદો કર્યો છે.  સમગ્ર પેપર લીક કાંડમાં જયેશનો ભત્રીજો દેવલની પોલીસે આરોપી તરીકે પકડી પાડ્યો છે.  જયેશ મુળ હિંમતનગરના ઉછાનો રહેવાસી છે  અને 11 ડિસેમ્બરે તેને પેપર મળી ચુક્યુ હોવાની જયેશ પટેલે કબૂલાત કરી છે. આ પેપર તેણે અમદાવાદની હોસ્પિટલમાં એમ્બ્યુલંસ સપ્લાય કરનાર વ્યક્તિએ પેપર આવ્યુ હોવાનો જયેશ પટેલે દાવો કર્યો છે. 


આ પેપરકાંડમાં પહેલા છ અને પછી વધુ બે આરોપીઓની જિલ્લા પોલીસે અટકાયત કરી હતી. મહેન્દ્ર પટેલ અને જસવંત પટેલની પોલીસે કરી અટકાયત હતી. મહેન્દ્ર પટેલ પોગલું ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદનો ઉમેદવાર છે. તેઓ કિટલીના ચૂંટણી ચિહ્ન સાથે ચૂંટણી લડી રહ્યા હતા. તેમનું પુરું નામ મહેન્દ્રકુમાર શંકરલાલ પટેલ છે. જોકે, પેપરકાંડમાં તેમનું નામ ખુલતા તેમનું ચુંટણી લડવાનું સપનું રોળાયું છે અને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે. 


નોંધનીય છે કે, આવતી કાલે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીને પગલે છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે. આ બધાની વચ્ચે પોગલું ગામના સરપંચના ઉમેદવારની પેપરકાંડમાં ધરપકડ થતાં નાના એવા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. 


પેપરકાંડના આરોપી


 


જયેશભાઈ ઇશ્વરભાઈ પટેલ
જશવંતભાઈ હરગોવનભાઈ પટેલ
દેવલ જશવંતભાઈ પટેલ
મહેશકુમાર કમલેશભા​​​​​ઈ પટેલ
ચિંતન પ્રવીણભાઈ પટેલ
કુલદીપકુમાર નલિનભાઇ પટેલ
સતીષ ઉર્ફે હેપ્પી પટેલ
સુરેશભાઇ રમણભાઈ પટેલ
મહેન્દ્રભાઇ એસ. પટેલ
દર્શન કિરીટકુમાર વ્યાસ
ધ્રુવ ભરતભાઇ બારોટ