છોટાઉદેપુરઃ શહેરમાં 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદે એંટ્રી કરી હતી. બપોર સુધીમાં વરસાદે જોર પકડ્યું હતું. અને એક કલાકમાં એક ઇંચ વરસાદ ખબકી ગયો હતો. અત્યાર સુધીમાં જિલ્લીમાં 3213 મીમી વરસા એટલે કે, 50 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે. થોડા દિવસના ઉઘાડ બાદ ફરી વરસાદ થતા આ વર્ષે સારો પાક થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.