Gujarat Rain Update:40થી વધુ દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો હતો. જો કે ફરી બંગાળીની ખાડીમાં વરસાદી સિસ્ટમ સર્જાતા દક્ષિણ અને મધ્ય ગુજરાત કેટલાક જિલ્લામાં મેધરાજાનું આગમન થયું છે. લાબા વિરામ બાદ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદથી ખેડૂતો રાહત અનુભવી રહ્યાં છે. બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદથી પાકને જીવંતદાન મળ્યું છે. છોટાઉદેપુર, મહીસાગર, દાહોદમાં પણ મેઘમહેરબાન થયો છે.


વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં પણ સારો વરસાદ વરસતા પાકને નવજીવન મળ્યું છે. બનાસકાંઠાના પાલનપુર, વડગામના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળવાની સાથે પાકને જીવંતદાન મળ્યું છે.


અરવલ્લીના મેઘરજ, બાયડ અને સાઠંબામાં પણ  વરસાદે મેઘની રાહ જોતા પાકની તરસ છીપાવી છે. મહીસાગરના લુણાવાડા, વીરપુર, કડાણા તાલુકામાં પણ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લામાં વાવેતર કરેલ મકાઈ સોયાબીન ડાંગર અને ઘાસચારાના પાકને જ્યારે પાણીની જરૂર હતી ત્યારે જ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.


જિલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ









24 કલાકમાં સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ


24 કલાકમાં ડાંગ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ


24 કલાકમાં સુબિર તાલુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ


24 કલાકમાં વલસાડના કપરાડામાં અઢી ઈંચ વરસાદ


24 કલાકમાં તાપીના સોનગઢમાં અઢી ઈંચ વરસાદ


24 કલાકમાં ખેડાના કઠલાલમાં 2 ઈંચ વરસાદ


24 કલાકમાં ધરમપુર અને ડેડીયાપાડામાં 2 ઈંચ વરસાદ


24 કલાકમાં વઢવાડ અને મોરવાહડફમાં 2 ઈંચ વરસાદ


24 કલાકમાં વાલોડ અને છોટાઉદેપુરમાં પોણા 2 ઈંચ વરસાદ


24 કલાકમાં દાંતા, ડોલવણ અને ઉચ્છલમાં દોઢ ઈંચ વરસાદ


ખેરગામ, લુણાવાડા અને બારડોલીમાં એક ઈંચ વરસાદ


24 કલાકમાં પારડી અને સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ


24 કલાકમાં પલસાણા અને દસાડામાં 1 ઈંચ વરસાદ


24 કલાકમાં જલાલપોર અને ધ્રાંગધ્રામાં 1 ઈંચ વરસાદ


24 કલાકમાં સાયલા અને નેત્રંગમાં 1 ઈંચ વરસાદ


24 કલાકમાં મહુધા અને ગરુડેશ્વરમાં 1 ઈંચ વરસાદ


24 કલાકમાં સતલાસણા અને વિરપુરમાં 1 ઈંચ વરસાદ


24 કલાકમાં વાપી અને જોટાણામાં 1 ઈંચ વરસાદ    


આ પણ વાંચો 


Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી મોનસૂન એક્ટિવ, આ જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી


Jailer Actor Death: ‘જેલર’ અભિનેતાનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, ટેલિવિઝન શોના ડબિંગ દરમિયાન અચાનક ઢળી પડ્યાં



વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, સપ્ટેમ્બરમાં આ તારીખથી વરસાદનું જોર વધશે, ઓક્ટોબરમાં પણ થશે મેઘમહેર