ઊંઝા:પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા ઊંઝા નગરપાલિકામાં હડકંપ મચી ગયો છે. અહીં મોબાઈલ સ્વીચ ઓફ કરી ભાજપના છ નગરસેવકો ગાયબ થઇ ગયાના સમાચાર મળતાં ભાજપમાં દોડધામ મચી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, ગાયબ નગર સેવકો કામદાર પેનલને ટેકો આપે તેવી શક્યતા જોવાઇ રહી છે. જો કે આ દરમિયાન  MLA કિરીટ પટેલે નિવેદન આપ્યું  છે કે, તેઓ પોતાના કામથી બહાર ગયા છે. જો કે  ઊંઝા નગરપાલિકામાં ભાજપ ના 6 સભ્યો ગાયબ થઈ જતા  ભાજપ ચિંતિત છે. કારણ કે, ભાજપ ના 6 સભ્યો ગાયબ થઈ જતા ભાજપ  પ્રમુખ પદ  ગુમાવે તેવી શકયતા છે.. ઊંઝા નગરપાલિકામાં 36 સભ્યો પૈકી ભાજપ પાસે કુલ 20 કામદાર પેનલ પાસે 15 અને 1 અપક્ષ સભ્ય છે. ભાજપના 6 સભ્યો ગાયબ થઈ જતા હવે ભાજપ પાસે 14 સભ્ય છે. ગાયબ થયેલા 6 સભ્યો કામદાર પેનલ ને ટેકો આપે તેવી શકયતા છે.



સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ નરેશ પરમાર ટી પી ચેરમેન ની આગેવાનીમાં ભાજપના સભ્ય ગાયબ થયા હોવાના અહેવાલ ફરતા થયા છે. વિકાસના કામો ન થતા અસંતોષ ને પગલે સભ્યો ગાયબ થયા હોવાનું પણ સામે આવ્યું છે. ધારાસભ્ય આ સભ્યો સાથે  બેઠક યોજી હતી. વિકાસ કામ બાબતે કોઈ બાંહેધરી ન લેવાતા સભ્યો ગાયબ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. હવે  ભાજપ આ સભ્યો  સસ્પેન્ડ કરી શકે છે.                                                       

ગાયબ થયેલા સભ્યો કોણ છે?

નરેશ પરમાર,જગદીશ ચાવડા,કામિનીબેન પટેલ,સંજય પટેલ,કૃપા રાવલ ગાયબ થઇ ગયા છે અને તેમના ફોન પણ સ્વીચ ઓફ છે.


આ પણ વાંચો 


Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી મોનસૂન એક્ટિવ, આ જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી


Jailer Actor Death: ‘જેલર’ અભિનેતાનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, ટેલિવિઝન શોના ડબિંગ દરમિયાન અચાનક ઢળી પડ્યાં


Nomination: SBIના સેવિંગ્સ અને FD એકાઉન્ટમાં નોમિનેશન જોડવું ખૂબ જ સરળ છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા


વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, સપ્ટેમ્બરમાં આ તારીખથી વરસાદનું જોર વધશે, ઓક્ટોબરમાં પણ થશે મેઘમહેર