અમદાવાદઃ કોંગરેસ નેતા હાર્દિક પટેલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતા શાહને કેન્દ્રીય ગૃહ મંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા છે. સાથે જ હાર્દિક પટેલે એ પણ સવાલ પૂછ્યો કે તેમના જેવા યુવાઓનું શું થશે, જે ભાજપ વિરૂદ્ધ લડ્યા. નોંધનીય ચે કે, ગાંધીનગર લોકસભા સીટથી ચૂંટણી જીતનાર અમિત શાહને ગુરુવારે નરેન્દ્ર મોદીની બીજી વખતની સરકારમાં સામેલ કરવામાં આવ્યા છે.


હાર્દિક પટેલે ટ્વીટમાં કહ્યું કે, ‘અમિત શાહજી ગૃહમંત્રી બની ગયા છે. આ કારણે હું તેને શુભેચ્છા પાઠવું છું. જોકે, આજે કેટલાક ભક્તના મને મેસેજ આવ્યા કે હવે તારુ શું થશે હાર્દિક? તેનો મતલબ એ કે અમિત શાહ ગૃહમંત્રી બન્યા પછી ભક્તો ખૂબ જ ખુશ છે. બીજેપી સામે લડનાર અમારા જેવા યુવાનોને શું મારી નાખવામાં આવશે? ચાલો જેવી ભગવાનની ઈચ્છા’



લોકસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. તેણે ચૂંટમીમાં કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર કર્યો હતો. ઓબીસી શ્રેણીમાં પાટીદાર સમુદાયનો સમાવેશ કરવા માટે આંદોલન દરમિયાન હાર્દિક પટેલે અમિત શાહ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે તેમના ઈશારે જ રાજ્યમાં પ્રદર્શન કારીઓ પર કડક પગલા લેવામાં આવ્યાં છે.