અમદાવાદ:જો આપનું બાળક કોઈ પણ વસ્તુથી રમવાની જીદ્દ કરે છે. તો બાળકના માતા પિતાએ ચેતી જવાની જરૂર છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેર ઓફ ધ રેર સર્જરી કરીને મહામહેનકે બાળકનો જીવ બચાવાયો છે.
જો આપનું બાળક કોઈ પણ વસ્તુથી રમવાની જીદ્દ કરે છે. તો બાળકના માતા પિતાએ ચેતી જવાની જરૂર છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેર ઓફ ધ રેર સર્જરી કરીને મહામહેનકે બાળકનો જીવ બચાવાયો છે. દાહોદના ખેતરમાં રહેતા દસ વર્ષીય મોઇન ખાન નામનો બાળક રમતા રમતા સોફટ બોર્ડની પિન ગળી ગયો.ગભરાઈને બાળકે માતા પિતાને ફરિયાદ તો ન કરી પરંતુ થોડા સમય બાદ તેની તબિયત લથડી શ્વાસ લેવામાં તકલીફ અને ઉધરસ શરૂ થઇ જતાં માતા પિતા ચેતી ગયા અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો 11 ડિસેમ્બરના રોજ બનેલ ઘટના બાદ બાળકની સર્જરી કરવામાં આવી. તબીબોના મત અનુસાર બાળકની સર્જરી એટલે જટિલ હતી કારણ કે પિનનો આગળનો ધારદાર ભાગ શરીરના અંદરના અવયવોને નુકશાન કરે તેવી ભીતિ હતી તે સાથે બાળકના જમણા ફેફસામાં પિન ભરાઈ જતા તેના ફેફસામાં કાણું પડી ગયું જેની પણ સર્જરી કરવામાં આવી અને પિન બહાર કાઢવામાં પણ સાવચેતી પૂર્વક તેનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ હતું અને આખરે સદભાગ્યે બાળકની જિંદગી બચી ગઇ હતી.
Accident: તમિલનાડુમાં સબરીમાલા મંદિરથી પરત ફરી રહેલ કાર ખીણમાં ખાબકી, 8ના મોત; બે ઘાયલ
Accident:તમિલનાડુના થેની જિલ્લામાં એક મોટો રોડ અકસ્માત સર્જાયો છે. એક કાર બેકાબૂ થઈને ઊંડી ખાડીમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. થેનીના કલેક્ટર કે.વી. મુરલીધરને અકસ્માતની જાણકારી આપી છે.
સબરીમાલા મંદિરથી ભક્તો પરત ફરી રહ્યા હતા
કલેક્ટરે જણાવ્યું કે દુર્ઘટના કુમુલી ટેકરી પર થઈ હતી. તમામ ભક્તો સબરીમાલા મંદિરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે જ તેમની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ સિવાય બે લોકો ઘાયલ પણ થયા છે. તેમણે જણાવ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.
મૃતકોમાં એક સગીર પણ પણ સામેલ
જણાવવામાં આવી રહ્યું છે કે પહાડી રોડના વળાંક પર ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો, જેના કારણે આ અકસ્માત થયો. અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં એક સગીર પણ સામેલ છે. તમામ લોકો જિલ્લાના આંદીપટ્ટીના રહેવાસી હતા.
Big Breaking: સિક્કીમમાં મોટી દુર્ઘટના, સેનાનો ટ્રક ખાઈમાં ખાબકતા 16 જવાન શહીદ
Army Truck Accident:ઉત્તર સિક્કિમમાં સેનાની ટ્રકને અકસ્માત નડ્યો છે. જેમાં 16 જવાનો શહીદ થયા છે. આ અકસ્માતમાં ચાર જવાન ઘાયલ પણ થયા છે. ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે 23 ડિસેમ્બર, 2022ના રોજ ઉત્તર સિક્કિમના જેમામાં આર્મીની ટ્રક અકસ્માતનો ભોગ બની હતી. આ દુઃખદ માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના 16 જવાનોએ જીવ ગુમાવ્યા છે.
સૈન્યએ જણાવ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત વાહન ત્રણ વાહનોના કાફલાનો એક ભાગ હતો, જે સવારે ચતનથી થંગુ તરફ આગળ વધ્યો હતું. જેમા જવાના માર્ગ પર, વાહન એક વળાંક પર સ્લીપ થઈ ગયું હતું. અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચાર ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ, આ અકસ્માતમાં ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકોએ જીવ ગુમાવ્યો. દુઃખની આ ઘડીમાં ભારતીય સેના શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.