અમદાવાદ: મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કરાયા બાદ ગુજરાતના તટીય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને સુરક્ષા એજંસીઓએ તટીય વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા કહેવામાં આવ્યું છે. એડિશનલ ડિરેક્ટર જનરલ પોલીસ તીર્થ રાજે જણાવ્યું છે કે ગુજરાતના તટીય જિલ્લાઓની પોલીસ અધિક્ષકો અને અન્ય સુરક્ષા અધિકારીઓને આદેશ આપાવમાં આવ્યા છે કે ક્ષેત્રમાં થતી ગતિવિધિઓ પર નજર રાખે.
તેમણે જણાવ્યું કે મુંબઈ તટ પર હાઈ એલર્ટ જાહેર કરાયા બાદ અમે ગુજરાતના તટ પર પણ એલર્ટ જાહેર કર્યું છે. તટીય વિસ્તારોમાં દરેક જિલ્લાના પોલીસ અધિક્ષકોને કહેવાયુ છે કે તેઓ એલર્ટ રહે. કેંદ્રીય શીપિંગ પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ગુજરાતની સમુદ્રી બોર્ડે એક વિશેષ બળનું ગઠન માટે અનુમતિ માગી છે જેથી તેના નિયંત્રણમાં આવતા 48 નાના બંદરગાહોની સુરક્ષા કરી શકાય.