નવી દિલ્લી:પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપ્યા બાદ તેમની આ મુલાકાત પર અનેક તર્ક વિતર્ક સર્જાઇ રહ્યાં છે.


પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપ્યા બાદ તેમની આ મુલાકાત પર અનેક તર્ક વિતર્ક સર્જાઇ રહ્યાં છે. મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપ્યાં બાદ પ્રથમ વખત વિજય રૂપાણી વડા પ્રધાન મોદીને મળ્યાં છે. તેમની મુલાકાતથી રૂપાણી પ્રભારી બનશે તેવી અટકળો સેવાઇ રહી છે.


ઉલ્લેખનિય છે કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રૂપાણીને ચૂંટણીની તૈયારીનાં ભાગરૂપે કાઈ મોટી જવાબદારી સોંપે તેવું ચર્ચાઈ રહ્યું છે. વિજય રૂપાણી પાસેથી અચાનક મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ લઇ લેવાતા વિવાદ અને નારાજગીના સૂર પણ છેડાયા હતા. આજે આજે અચાનક 84 દિવસ પછી મોદી રૂપાણીને મળતાં મોટી જવાબદારી મળવાની અટકળો તેજ થઈ છે.


જો કે આ મુદ્દે જ્યારે વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત હતી. મને કોઇ ખાસ જવાબદારી સોપાઇ નથી અને આ મુદ્દે કોઇ ચર્ચા થઇ નથી. જે પણ જવાબદારી મને પાર્ટી દ્રારા સોંપવામાં આવશે તેને હું ચોક્સ સ્વીકારીને આગળ કામ કરીશ”


ઉલ્લેખનિય છે કે,  સંગઠનમાં રૂપાણીની પકડ મજબૂત છે એટલે કોઈ રાજ્યના પ્રભારી બને તો નવાઈ નહિ. જોકે આ મામલે રૂપાણી મગનું નામ મરી પાડવા તૈયાર નથી અને આ મુલાકાતને માત્ર આ મુલાકાત માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનું જ જણાવી રહ્યા છે.


ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ


ગાંધીનગરઃ રાજ્યની દસ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે.  ત્યારે ચૂંટણીને લઈને ગામડાઓમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે.  અલગ અલગ જિલ્લાની દસ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં આગામી 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે  ત્યારે આ તમામ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્ય માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યાં છે.


જો કે આ વર્ષે રાજકીય પાર્ટીઓના આગેવાનો અને અગ્રણીઓ વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. જમણવાર યોજીને રાજકીય પાર્ટીના અગ્રણીઓ ગ્રામ પંચાયત સમરસ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. તો વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે સરકારે પણ પ્રોત્સાહક ગ્રાન્ટની જાહેરાત કરી છે. એક આંકડા મુજબ પાંચ વર્ષ અગાઉ વર્ષ 2016-17માં દસ હજાર 279 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે રાજ્યમાં કુલ એક હજાર 384 ગ્રામ પંચાયતો સમરસ બની હતી. મતલબ કે 13 ટકા પંચાયતો સમરસ બની હતી. અને મહિલા સભ્યો હોય તેવી સરમસ ગ્રામ પંચાયત 163 જ હતી. જો કે આ વર્ષ રાજકીય પાર્ટીઓ પોતપોતાના વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતો સમરસ થાય તેવા પ્રયાસોમાં લાગી ગયા છે.