અમદાવાદઃ ગુજરાત સરકારે પણ મધ્ય પ્રદેશ સરકાર અને યૂપી સરકારની જેમ જ રાજ્યાના વિદ્યાર્થીઓને લાવવા માટે કોજામાં ગુજરાત એસટીની બસો મોકલી છે. જોકે વિદ્યાર્થીઓને લાવવા માટેની બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને હજુ પણ બેદરકારી જોવા મળી રહી છે. બસોમાં એક જ સીટ પર બે બે વિદ્યાર્થીઓને બેસાડીને લઈ જવામાં આવ્યા હતા.


કોટામાં સતત કોરોનાના દર્દી વધી રહ્યા છે. એવામાં ત્યાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં ડરનું વાતાવરણ ઉભું થયું છે. તેઓ પોતાના વતન જવા માગતા હોય ગુજરાત સરકારે પણ એમપી અને યૂપીની જેમ રાજ્યના વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટે એસટીની બસો મોકલી હતી. જોકે વિદ્યાર્થીઓ વધારે હોવાથી બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને બેદરકારી રાખવામાં આવી હતી. જોકે વિદ્યાર્થીઓ ઘરે જવાને લઈને એટલા ખુશ હતા કે સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી વાતો પર ધ્યાન જ ન આપ્યું.

જોકે કેટલીક કોચિંગ સંસ્થા દ્વારા પણ વિદ્યાર્થીઓને વતન મોકલવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. એલન ઇન્સ્ટિટ્યૂટના એચ હેડ, દીપક ગૌતમે જણાવ્યું કે, અમે વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા કરી છે અને તેમના બધા માટે ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી છે. સાથે જ તેમના ટેસ્ટ કરાવીને જ તેમને બસમાં બેસાડવામાં આવ્યા છે. સંસ્થા તરફથી પૂરો પ્રયત્ન છે કે વિદ્યાર્થીઓની સુરક્ષામાં કોઈપણ કચાસ ન રહે. તેમને ભોજન માટે સંસ્થા તરફથી ફુડ પેકેટ આપવામાં આવ્યા છે જેમાં ખાવા પીવાની જરૂરી વસ્તિ અને પીવાનું પાણી છે. સંસ્થા અનુસાર ગુજરાતથી કોટા માટે 15 બસ આવી હતી જેમાં 450 વિદ્યાર્થીઓ કોટાથી ગુજરાત માટે રવાના થયા હતા.

કોટાથી પોતાના વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે યૂપી સરકારે પહેલ કર્યા બાદ અન્ય રાજ્યોની સરકારોએ પણ વિદ્યાર્થીને વતન લાવવા માટે વ્યવસ્થા કરી હતી. ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતે પણ વિદ્યાર્થીઓને વતન લાવવાનો નિર્ણય કર્યો અને કોટા બસો મોકલીને વિદ્યાર્થીઓ ગુજરાત માટે રવાના થયા હતા.