અમદાવાદઃ ભાવનગર અને પંચમહાલમાં કોરોનાના વધુ નવા કેસ પોઝિટિવ આવ્યાછે. ભાવનગરમાં એક પુરુષ તો પંચમહાલના ગોધરામાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે સારા સમાચાર એ છે કે વડોદરમાં એક સાથે 45 દર્દી સાજા થઈ ગયા છે અને આજે તમને રજા આપવામાં આવશે.


મળતી માહિતી મુજબ ભાવનગરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ભાવનગરના કણબીવાડ વિસ્તારમાં 60 વર્ષના પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસનીસંખ્યા 34એ પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં ભાવનગરમાં કુલ 5 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો અહીંના ગોધરામાં 70 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોધરાના વેજલપુર રોડ વિસ્તારના 70 વર્ષીય મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા હાલમાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાળ હેઠળ છે. આ સાથે પંચમહાલ જિલ્લામાં કુલ કોરોના દર્દીની સંખ્યા 12એ પહોંચી ગઈ છે જ્યારે 2 લોકોના મોત થયા છે.

આ સાથે વડોદરામાં એક-બે નહીં પણ એક સાથે 45 દર્દી સાજા થઈ ગયા છે. આજે આ તમામ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. વડોદરાવાસીઓ માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે.

મળતી માહિતી પ્રમાણે આજે 45 દર્દીને હોસ્પિટલમાં રજા આપવામાં આવશે. આ તમામ દર્દીઓ ઈબ્રાહીમ બાવાની આઈટીઆઈના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા હતા. આ 45 કોરોના પોઝીટીવ દર્દીના બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા આજે તેમને રજા આપવામાં આવશે.