અમદાવાદ:મહાઠગ કિરણ પટેલને લેવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જમ્મુ જશે. કિરણ પટેલ જમ્મુની જેલમાં બંધ છે. ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલની ધરપકડ કરવામાં આવશે.


મહાઠગ કિરણ પટેલને લેવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જમ્મુ જશે. કિરણ પટેલ જમ્મુની જેલમાં બંધ છે. ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલની ધરપકડ કરવામાં આવશે. કિરણ પટેલ અને તેની પત્ની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંઘાઇ છે.


શું છે સમગ્ર મામલો


મહાઠગ  કિરણ પટેલ અમદાવાદનો રહેવાસી છે. કિરણ પટેલે PMO નો અધિકારી હોવાનું કહી Z+ સિક્યોરિટી, બુલેટપ્રુફ એસયુવી ગાડીની સુવિધા પણ મેળવી હતી. તેમની પત્નીએ કહ્યું હતું કે, તેમના પતિને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં બંને પતિ પત્ની વિરૂધ ફરિયાદ નોંધાઇ છે. કિરણ પટેલ પર બંગલો પચાવી પાડવાનો પણ આરોપ છે. કિરણ પટેલે પચાવી પાડેલ બંગલામાંરાજકિય નેતાને  મહેમાન તરીકે બોલાવી આ બંગલો કિરણ ખરીદ્યો હોવાનો દાવો કર્યો હતો. આજે આ મહાઠગને લેવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જમ્મુ જશે.   


Surat:કાપોદ્રા પોલીસની નાક નીચે ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 1 મહિલા સહિત 38 લોકોની ધરપકડ


સુરત: કાપોદ્રા પોલીસ મથકની હદમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલએ દરોડા પાડ્યા છે. કાપોદ્રા તાપી નદી પાસે આવેલા ખાડી ફળિયું ખાતે દરોડા પાડવામાં આવ્યા છે.  આ રેડમાં ૩૮ મોબાઈલ, ૨ કાર, ૧૧ ટુવ્હીલર, ૧ રીક્ષા સહીત ૨૨.૩૨ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. ૧ મહિલા સહીત ૩૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જુગારધામ ચલાવનાર, રમાડનાર સહીત ૧૮ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસની નાક નીચે ધમધમતા જુગારધામનો સ્ટેટ મોનીટરીંગ સેલે પર્દાફાશ કરતા ચકચાર મચી છે. 


વલસાડમાં ખાળ કુવો સાફ કરવા ઉતરેલા 3 લોકો ડૂબ્યા


ઉમરગામના સોળસુંબામાં કરૂણ ઘટના સામે આવી છે. ખાળ કુવો ખાલી કરતા 3 લોકો ખાળ કૂવામાં પડ્યા હતા. ખાળ કૂવામાં ડુબી જતા 2 લોકોના મોત થયા છે જ્યાકે એકનો બચાવ થયો છે. એક બીજાને બચાવવા ખાળ કૂવામાં પડ્યા હતા. ચાલીનો ખાળ કુવો ઉભરાતા ચાલી માલિક અને ભાડુઆત ખાળ કુવો ખાલી કરી રહ્યા હતા. આ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ચાલી માલિક અને એક ભાડુઆતનું મોત થયું. ઘટના ને પગલે સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ છે. ઉમરગામ પોલીસે તપાસ હાથ ધરી છે. 


આ 6 દેશમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ કરાવવો ફરજિયાત


દેશભરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન દરરોજ સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે બમણી થઈ ગઈ છે. શુક્રવારે દેશમાં કોરોનાના 3,095 નવા કેસ નોંધાયા છે.તો રાજ્યમાં  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના 381 નવા કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ 6 દેશમાંથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે RTPCR  ટેસ્ટ ફરિજયાત કરવામાં આવ્યો છે.