2008 Ahmedabad Serial Blasts Case Update: 77માંથી 49 દોષિત અને 28 આરોપીઓ નિર્દોષ જાહેર, આજે કોર્ટ સજા સંભળાવશે

ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી કોર્ટ સંકુલમાં વકીલો અને પક્ષકારોને પ્રવેશની મનાઇ ફરમાવવામાં આવી છે.

gujarati.abplive.com Last Updated: 09 Feb 2022 09:26 AM
આવતીકાલે સજા સંભળાવશે કોર્ટ

કુલ 49 આરોપીઓને કોર્ટ આવતી કાલે સજા સંભળાવશે. કોરોના ટેસ્ટ બાદ દોષીતોને કોર્ટમાં રજુ કરાશે.

49 આરોપી દોષિત

2008 સીરિયલ બ્લાસ્ટમાં કુલ 49 આરોપી દોષિત જાહેર થયા છે જ્યારે 28 નિર્દોષ જાહેર થયા છે. 

કુલ 16 આરોપી નિર્દોષ જાહેર

આરોપી નં. 11, 41, 53, 54, 55, 56, 58, 61, 62, 67, 68, 71 નિર્દોષ જાહેર થયા.

10 આરોપી નિર્દોષ

કોર્ટે 10 આરીપોઓને નિર્દોષ જાહેર કર્યા છે. કુલ 77 આરોપીઓ છે જેમાંથી 10ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

ચુકાદો સંભળાવવા નું શરૂ

સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ અને સ્પેશ્યલ પ્રોસિક્યુટર અમિત પટેલ કોર્ટમાં હાજર. સાબરમતી જેલમાંથી આરોપીઓને વર્ચ્યુઅલ મોડમાં હાજર કરવાની પ્રક્રિયા ચાલુ. ચુકાદો સંભળાવવા નું શરૂ.


 

બ્લાસ્ટમાં કુલ 58 લોકોના મોત થયા હતા

આ બ્લાસ્ટમાં કુલ 58 લોકોના મોત થયા હતા. ઇન્ડિયન મુઝાહુદ્દીનની ભૂમિકા આ કેસમાં સામે આવી હતી. 78 આરોપીઓ સામે નોંધાયો હતો ગુનો. એક બન્યો હતો સાક્ષી. ભુષણ ભટ્ટ, હરીન પાઠક, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપ સોલંકી સહિતના નેતાઓ હતા સાક્ષી

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદમાં 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટ આજે ચુકાદો સંભળાવશે. સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલ આજે 77 આરોપીનો ચુકાદો આપશે. બોમ્બ બ્લાસ્ટ કે કોઈ પણ મહત્ત્વના કેસમાં આ પહેલો વર્ચ્યુઅલ ચુકાદો હશે. જજ સેશન્સ કોર્ટમાં બેસશે, જ્યારે આરોપીઓને જેલમાંથી વીડિયો કોન્ફરન્સથી હાજર કરાશે. આજે ચુકાદો હોવાથી અમદાવાદ પોલીસને સવારે 10 વાગ્યાથી સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે.


ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી કોર્ટ સંકુલમાં વકીલો અને પક્ષકારોને પ્રવેશની મનાઇ ફરમાવવામાં આવી છે. 26 જુલાઈ, 2008ના રોજ 20 વિસ્તારમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બોમ્બ બ્લાસ્ટના કેસમાં અમદાવાદમાં 20 એફઆઈઆર જ્યારે સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી.


આ કેસમાં કુલ 99 આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા. તે પૈકી 82 આતંકવાદીની ધરપકડ કરાઈ હતી. જ્યારે આઠ આરોપી હજુ પણ ભાગેડુ છે.અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના 77 આરોપી દેશનાં 7 રાજ્યની વિવિધ જેલોમાં છે. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં 49, મધ્ય પ્રદેશના ભોપાલની જેલમાં 10, મહારાષ્ટ્રમાં મુંબઈની તલોજા જેલમાં 4, કણાર્ટકના બેંગલુરુની જેલમાં 5, કેરળની જેલમાં 6, જયપુરની જેલમાં 2 અને દિલ્હીની જેલમાં 1 આરોપી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.