સુરેન્દ્રનગરઃ અમદાવાદના વેજલપુરની પરિણીત યુવતીએ સુરેન્દ્રનગર મહિલા પોલીસમાં પતિ સામે ફિયાદ નોંધાવી છે. તેમજ પતિ સમલૈંગિક હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પરણીતાએ સાસરીવાળાએ છેતરપિંડી કરી હોવાની અને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. યુવતીના લગ્ન પાલડીમાં રહેતા યુવક સાથે થયા હતા.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, યુવતીના લગ્ન થયા પછી તેનો પતિ તેનાથી દૂર રહેતો હતો અને શરીરસુખ આપતો નહોતો. દરમિયાન પતિના મોબાઇલમાંતી યુવતીને અન્ય યુવક સાથેની અશ્લીલ ચેટ મળી આવી હતી. જેથી પતિને અન્ય યુવક સાથે સજાતિય સંબંધો હોવાની શંકા ગઈ હતી. એટલું જ નહીં, પતિના મોબાઇલમાંથી સમલૈંગિકોને લગતી એપ પણ મળી આવી હતી. યુવતીએ પતિને આ અંગે પૂછતાં તેણે ગે હોવાનો ઇનકાર કર્યો હતો.
બીજી તરફ યુવતીએ શંકા દૂર ન થતાં પોતાના મોબાઇલમાં આ એપ ઇન્સ્ટોલ કરી ફેક આઇડી બનાવી પતિ સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. તેમજ ચેટિંગ વખતે પતિને રિવરફ્રંટ પર મળવા બોલાવ્યો હતો. પતિ રિવરફ્રંટ પર યુવકને મળવા પહોંચતા પત્નીને જોઇને ચોંકી ગયો હતો. આ સમયે પતિએ માફી માંગી લીધી હતી. તેમજ પોતે ગે હોવાની વાત સ્વીકારી હતી. એટલું જ નહીં, માતા-પિતાએ મરજી વિરુદ્ધ લગ્ન કરાવી દીધા હોવાનું જણાવ્યું હતું.
આ પછી યુવતીએ સાસુ-સસરાના વાત કરતાં તેમણે આ અંગે કોઇને કહેશે તો બદનામ કરવાની ધમકી આપી હતી. આ અંગે ઝઘડો થયા પછી યુવતીને ઘરમાંથી કાઢી મૂકતા તે સુરેન્દ્રનગર પોતાના સંબંધીના ઘરે જતી રહી હતી. અહીં આવી તેણે પતિ અને સાસરીવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સગાઈ પછી ઉતાવણમાં લગ્ન થતાં પતિ સાથે ક્યાંય બહાર જઈ શકાયું નહોતું. વર્ષ 2019માં પાંચથી છ વાર શરીર સંબંધ બાંધવાનો દેખાડો કર્યો હોવાનો આક્ષેપ પણ તેણે ફરિયાદમાં કર્યો છે. તેઓ લેહ-લદાખ ફરવા ગયા ત્યારે તેનો પતિ તેની સાથે બેસતો નહોતો અને સૂવા પણ આવતો નહોતો. તે લગ્ન પછી પણ વર્જિન હોવાનો યુવતીએ દાવો કર્યો છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, લગ્નની પહેલી રાત્રે તેઓ ફાર્મ હાઉસમાં રોકાયા હતા. પરંતુ આ સમયે તેના જેઠ-જેઠાણી સાથે હતા. જેઓ વહેલી સવારે 4.30 વાગ્યા સુધી સાથે જ રહ્યા હતા અને વિવિધ ગેમ્સ રમતા હતા. સવારે 6.30 વાગ્યે પૂજા હોવાથી સાડા ચારે તેઓ સૂઈ ગયા હતા. એટલું જ નહીં, લગ્ન પછી સસરા બેડરૂમનો દરવાજો ખુલ્લો રખાવતા હોવાનો દાવો પણ ફરિયાદમાં કરાયો છે.
ફરિયાદમાં યુવતીએ પતિને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો દાવો પણ કર્યો છે. મોબાઇલમાં યુવતી સાથેની ચેટ તેણે જોઇ હતી, જેમાં યુવતીએ લખ્યું હતું કે તારી પત્ની તો તારા માટે એન્ટરટેઇન્મેન્ટનું પેકેજ છે. પતિએ જવાબમાં લખ્યું હતું કે, તેને લાઇફટાઇમ ઇગ્નોર કરવાની છે.
સુરેન્દ્રનગરઃ લગ્નનાં બે વર્ષ પછી પણ પતિ યુવતી સાથે કેમ નથી બાંધી શકતો શારિરિક સંબંધ જાણો પત્નિએ શું કર્યો ધડાકો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jan 2021 12:17 PM (IST)
યુવતીના લગ્ન થયા પછી તેનો પતિ તેનાથી દૂર રહેતો હતો અને શરીરસુખ આપતો નહોતો. દરમિયાન પતિના મોબાઇલમાંતી યુવતીને અન્ય યુવક સાથેની અશ્લીલ ચેટ મળી આવી હતી. જેથી પતિને અન્ય યુવક સાથે સજાતિય સંબંધો હોવાની શંકા ગઈ હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -