સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના સહિત કેટલાંક ગામડાંમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. અંબાજી, અમીરગઢ, અને પાલનપુરમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા હતા અને આ પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
અંબાજીમાં એક જ સપ્તાહમાં બીજી વખત માવઠું વરસ્યું છે. વાવાઝોડા અને વરસાદી ઝાપટાંને કારણે કેટલાંક સ્થળે વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ જતાં કેટલાંક ગામોમાં વીજ ડૂલ થઈ ગઈ હતી. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈને જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને સાવચેતીના પગલાં લેવા સૂચના અપાઈ હતી.
અપર એર સરક્યુલેશન સિસ્ટમ સર્જાવાને પરિણામે રાજસ્થાન, ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડવાની હવામાન ખાતાની આગાહી કરી હતી.