ગાંધીનગર: IAS અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અજય ભાદુની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે. વડોદરા મનપા કમિશનર અજય ભાદુ આ પહેલા સીએમઓ કાર્યાલયમાં સેવા આપી ચૂક્યા છે. આ પહેલા તેઓ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પદે પણ રહી ચૂક્યા છે.



અજય ભાદુ ગુજરાત કેડરના 1999ની બેચના IAS અધિકારી છે. ગુજરાતમાં જ્યાં પણ તેમનું પોસ્ટિંગ રહ્યું ત્યાં તેમની કામગીરી સારી રહી છે. નિર્વિવાદીત રહેલા અજય ભાદુ હવે સીધા દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં ફરજ બજાવશે. આ સાથે ગુજરાત કેડરના વધુ એક IAS અધિકારીની કેન્દ્રમાં નિમણૂક થઈ છે.