અમરેલીના બાબરા પંથકમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. બાબરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ઉપરાંત ધરતીપુત્રો પણ આનંદમાં આવી ગયા છે. સુરતના અઠવાગેટ, અડાજણ, રાંદેર, રિંગરોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
બોટાદના ગઢડામાં લાંબા સમયબાદ મેઘરાજાની પધરામણી થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ડાંગમાં લાંબા વિરામ બાદ બપોર પછી સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ શરૂ થતા વિકેન્ડની મજા માણવા આવેલા પ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
છોટા ઉદેપુરમાં વરસાદનું હળવું ઝાપટું પડતાં લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. રાજકોટના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. સવારથી જ ગરમી અને બફારા વચ્ચે બપોર બાદ ધીમે ધારે વરસાદ શરૂ થયો છે.
આ પાકિસ્તાની બોલરે સચિનને કર્યો હતો લોહીલુહાણ, યાદ આવી જૂની દુશ્મની, જાણો વિગત