અમદાવાદઃ આઠ નવેમ્બરે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ 500 અને 1000ની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ બે દિવસ માટે દેશની તમામ બેંકોના એટીએમ બંધ રહ્યાં હતાં. હવે તમામની નજર આજે શરૂ થનારા એટીએમ પર છે. કારણ કે ગુરુવારે તો લોકો બેંકોમાંથી પૈસા ઉપાડી શકયા હતા અને જમા પણ કરાવ્યા પરંતુ મોટા ભાગના લોકોએ એટીએમ ખુલવાની રાહ જોવાનું મુનાસીબ માન્યું હતું.


ગઈ કાલે બેંકો અને પોસ્ટ ઓફિસમાં લોકોનો ખાસો ધસારો જોવા મળ્યો હતો. આજે જયારે ATM ખુલશે ત્યારે લોકોની ભીડ ATMમાં પણ જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે આજે સવારે દસ કલાકે એટીએમ સર્વિસ શરૂ થશે. મંગળવારે 500 અને 1000ની ચલણી નોટો બંધ કરાયા બાદ એક દિવસ માટે બેંકો બંધ રખાઈ હતી. 2 દિવસ માટે એટીએમ બંધ રખાયા હતાં. એટલે કે, આજે એટીએમમાંથી નવી ચલણી નોટો લઈ શકો છે.