Vav bypoll: ગુજરાતમાં રાજકીય ધમાસાન શરૂ થઇ ગયું છે. બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર આગામી પેટાચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસની સાથે સાથે અપક્ષ ઉમેદવાર અને સમર્થકો પુરજોશમાં પ્રચારમાં લાગ્યા છે. પેટાચૂંટણીના મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે વાવમાં અલ્પેશ ઠાકોરને મેદાનનાં ઉતાર્યા છે. અલ્પેશ વાવમાં પ્રચાર દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરને આડેહાથે લીધા અને તેમને એક જુના નિવદેનને લઇને આકરા પ્રહારો કર્યા હતા.
બનાસકાંઠાની વાવ પેટાચૂંટણીમાં પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ નેતા અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વાવમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના પ્રચાર દરમિયાન તેમને કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના એક જુના નિવેદનને લઇને ભાજપને મત આપવા માટે ઠાકોર સમાજને અપીલ કરી હતી. અલ્પેશ ઠાકોરે પ્રચાર દરમિયાન ગેનીબેનના એક નિવેદન પર કહ્યું કે, ઠાકોર જ્યાંથી ટિકીટ લઇને આવે ત્યાં મત આપજો, ત્યાં તમારે મત આપવાની છૂટ છે. તમે હવે ઠાકોરને મત આપજો રાહ શેની જુઓ છો.
ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા મત વિસ્તારમાં ઠાકોર સમાજને ઉલ્લેખીને ગેનીબેન ઠાકોરે અગાઉ નિવેદન કર્યુ હતુ કે, ઠાકોર સમાજ જ્યાંથી ટિકીટ લાવે ત્યાં તમારે મત આપવાની છૂટ છે, રાહ શેની જુઓ છો ઠાકોરને મત આપજો.
ભાજપે વાવ વિધાનસભા પેટાચૂંટણી માટે સ્વરૂપજી ઠાકોરને ટિકીટ આપી છે, તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. વળી, અહીં બન્નેની ટક્કર અપક્ષ ઉમેદવાર સામે થવાની છે. વાવમાં અત્યારે ત્રિપાંખીયો જંગ જામ્યો છે.
વાવ બેઠકનું રાજકારણ
વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.
સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપે આ બેઠક પર તેમને રિપિટ કરીને વધુ એક વખત સ્વરુપજી ઠાકોર પર ભરોસો વ્યક્ત કર્યો છે.
વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.
આ પણ વાંચો
Vav bypoll 2024: વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે