Elections 2022: વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની હજી બાકી છે ત્યાં ઉમેદવારો પોતાની દાવેદારીને લઈને નિવેદનો આપી રહ્યા છે. હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોરે 2022ની ચુંટણી લડવાનો હુંકાર કર્યો છે. તેમણે કહ્યું કે, હું રાધનપુર જ ચુંટણી લડીશ અને મેણું ભાગી ને જઈશ. અલ્પેશ ઠાકોરે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવીંગજી ઠાકોર પર સમાજ તોડવાના આરોપ લગાવ્યા છે. રાધનપુરમાં 2022ની ચૂંટણી પહેલા ઠાકોર વિરુદ્ધ ઠાકોર નેતાઓનો વિરોધ ખુલ્લીને સામે આવ્યો છે. રાધનપુરમાં ઠાકોર સમાજના સમૂહલગ્ન હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે ચૂંટણી અંગે નિવેદન આપ્યું.
માર્કશીટમાં ફરી છબરડો! ભિલોડામાં વિદ્યાર્થિનીને ગુજરાતીમાં 160માંથી 173 માર્ક્સ મળતા અનેક સવાલો ઉઠ્યા
અરવલ્લી: રાજ્યમાં ફરી માર્કશીટમાં છબરડો સામે આવ્યો છે. ભિલોડાની જાબ ચિતરીયા પ્રા.શાળા-02માં છબરડો સામે આવ્યો છે. ધોરણ 8ની વિદ્યાર્થિનીને કુલ માર્ક્સ કરતા વધુ માર્ક્સ અપાયા છે. ગુજરાતી વિષયમાં કુલ 160માંથી 173 માર્ક્સ આવતા વિદ્યાર્થિની સહિત અન્ય લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં પણ 160 માંથી આવ્યા 171 માર્ક્સ આવ્યા હતા. વાર્ષિક પરિણામની અંદર મોટો છબરડો જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ માર્કશીટમાં પ્રિન્ટિંગમાં ભૂલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
થરાદમાં ધોરણ આઠના વિદ્યાર્થીને અંગ્રેજીમાં 160માંથી 165 ગુણ મળ્યા
થરાદઃ બનાસકાંઠામાં થરાદ તાલુકાની પ્રાથમિક શાળામાં પરિણામમાં ગોટાળા થયાનો ખુલાસો થયો છે.મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના થરાદની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના પરિણામમાં બાળકને અંગ્રેજીમાં 160માંથી 165 ગુણ અપાયા હતા.તો સામાજિક વિજ્ઞાનમાં 160માંથી 174 ગુણ અને અંગ્રેજીમાં પણ 160માંથી 165 ગુણ આપવામા આવ્યા હતા. પ્રાથમિક શાળામાં વાર્ષિક મૂલ્યાંકન 160 ગુણ હોય છતાં 160 કરતા વધુ ગુણ અપાતા બેદરકારી સામે આવી છે.
આ પરિણામના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષકોની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. આશ્વર્યની વાત તો એ છે કે પરિણામ વર્ગ શિક્ષકે તૈયાર કર્યા બાદ આચાર્યએ સહી સિક્કા પણ કર્યા હતા. આ મામલે ડીપીઇઓએ કહ્યું હતું કે તાત્કાલિક સ્કૂલના શિક્ષક અને આચાર્યને આ મામલે ખુલાસા માટે બોલાવ્યા છે.