Ahmedabad Civil Hospital: સિવિલ હોસ્પિટલમાં દર્દી અને ડોકટર વચ્ચે ઝઘડો થયો છે જેનો એક વિડિયો પણ વાયરલ થયો છે. ડોકટરે દર્દી સાથે અભદ્ર વર્તન કર્યાની વાત સામે આવી છે.  ડોકટરે દર્દીને આપી ગાળ આપી હોવાનો દાવો કરવામાં આવ્યો. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુ્દીન શેખે ડોકટર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. સમગ્ર મામલે તબીબ સર્જરી વિભાગમાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે. આ મામલે હવે બપોરે વિભાગના વડાઓ વચ્ચે બેઠક યોજાશે. ઘર્ષણ પાછળનું સાચું કારણ શોધવા તબીબોના વિભાગીય વડાઓ વચ્ચે બેઠક યોજવામાં આવશે. આ અંગે વીડિયોમાં હાજર મહિલા તબીબ પાસે પણ જવાબ માગવામાં આવશે. વીડિયોમાં દર્શાવતી ઘટનાની હકીકત અંગે સ્થિતિ જાણવામાં આવશે ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.


 



 પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થતાં માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું, શૈક્ષણિક કામગીરી બંધ કરાઈ


કોરોનાની ત્રીજી લહેર બાદ ફરીથી અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધ્યા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદી પ્રમાણે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા NID (નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન) કેમ્પસમાં મોટા પ્રમાણમાં એક સાથે કોરોના કેસ નોંધાતા કેમ્પસના બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. 


પાલડીમાં આવેલા NID કેમ્પસમાં થયેલા કોરોના ટેસ્ટિંગમાં 24 કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા. આ પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. NID કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓમાં સંક્રમણના ફેલાય તે માટે શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. આ સાથે બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે અને 178 વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે હવે અચાનક કોરોના વિસ્ફોટ થતાં તંત્ર દોડતું થયું છે અને પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ કરવામાં આવી રહી છે.


મણિનગર ડી સ્ટાફના પોલીસકર્મીઓ પર લાખોનો તોડ કર્યાનો મધના વેપારીએ લગાવ્યો આરોપ


 શહેરની પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવવાનો મામલે સામે આવ્યો છે. શહેરમાં મધનો વેપાર કરતા એક વેપારીએ મણિનગર ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પર તોડ કર્યા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે. શ્રીજી મધના વેપારીએ આ સમગ્ર મામલે પોલીસ કમિશનર, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને કરેલી અરજી પણ કરી છે.