ગુજરાતમાં આજથી પવિત્ર નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.  આ નવરાત્રિમાં ખેલૈયાનો મૂડ બગડી શકે છે, કેમ કે હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલે મોટી આગાહી કરી હતી. રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. આગાહી પ્રમાણે આજથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. 


અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 5 ઓક્ટોબર આસપાસ રાજ્યમાં વરસાદની શક્યતાછે. 5થી 22 ઓક્ટોબર વચ્ચે હળવા વરસાદની આગાહી કરાઇ છે. અરબી સમુદ્રમાં 7થી 12 ઓક્ટોબર વચ્ચે હલચલ જોવા મળશે અરબી સમુદ્રમાં વાવાઝોડું આકાર લે તેવી શક્યતા છે.


અંબાલાલના મતે 14 ઓક્ટોબરથી વાવાઝોડું મજૂબ થઇ શકે છે. જેના કારણે 17થી 19 ઓક્ટોબર વચ્ચે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા છે. 22 ઓક્ટોબરના રોજ બંગાળના ઉપ સાગરમાં પણ ચક્રવાતી તોફાનની શક્યતા છે. દેશના દક્ષિણ પૂર્વીય ભાગોમાં સંભવિત ચક્રવાતની અસર થઈ શકે છે.


અંબાલાલની આગાહી અનુસાર,  રાજ્યમાં પાંચ ઓક્ટોબરના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. પાંચથી 22 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. વાવાઝોડું કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં થઈ પાકિસ્તાન તરફ જવાની શક્યતા છે. વાવાઝોડાથી દરિયા કિનારાના ભાગોમાં 80 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાવાની શકયતા  છે.


હવામાન વિભાગે શું કરી છે આગાહી?


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યામાં આજથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની પડવાની આગાહી છે. આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી, ગીર સોમનાથ અને અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સંઘપ્રદેશ દમણ, દાદરા નગર અને હવેલી સહિત દીવમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે અમદાવાદમાં સાંજે સામાન્ય વરસાદી ઝાંપટા આવી શકે છે. 


જો કે ખેલૈયાઓ માટે રાહતની વાત એ છે કે બાકીના નોરતામાં વરસાદની સંભાવના નહીંવત પ્રમાણમાં છે. હવામાન નિષ્ણાંતોના મતે પણ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. જેને લઈ ભારે વરસાદના કોઈ સંકેત નથી, એટલે કે ખેલૈયાઓમાં નવરાત્રીમાં વરસાદના વિઘ્ન વિના ગરબાની મજા માણી શકશે.