Ambaji Bhadarvi Poonam Maha Melo 2024: આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળોની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે તા. 12 થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાનારા આ ભવ્ય મેળામાં અંદાજે 30 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનારા ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવ્યો છે.
આજથી સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થયો છે. આજથી જિલ્લા કલેક્ટરના હસ્તે આ ભાદરવી પૂનમના અંબાજીના મહામેળાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મેળામાં ખાસ પ્રકારની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના હસ્તે મહામેળાનો શુભારંભ થયો છે. અંબાજી જતા માર્ગો જય અંબેના નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા માટે અહીં 5 હજાર કરતા વધુ પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત કરાયા છે. આ ઉપરાંત 350થી વધુ કેમેરાથી સમગ્ર મહામેળાનું મૉનિટરિંગ કરાશે. અંબાજીમાં 26 સમિતિઓ ઉપરાંત દર્શન ભોજન અને પાર્કિંગની વિશેષ સુવિધાઓ ઉભી કરાઇ છે. ભક્તો માટે 3.25 લાખ કિલો મોહનથાળ પ્રસાદ બનાવવાનું પણ આયોજન છે.
અંબાજી આરતી અને દર્શનનો સમયઅંબાજી ભાદરવી પૂનમ મહામેળા સમયે મા અંબાના દર્શન સવારે 6 વાગ્યાથી બપોરે 11.30 કલાક સુધી થશે, પછી બપોરે મંદિર 11.30 થી 12.30 એટલે કે એક કલાક માટે બંધ રહેશે, આ સિવાય સાંજે પાંચ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ફરી બે કલાક મંદિર બંધ રહેશે. તમને જણાવી દઈએ કે, બપોરે એક કલાક અને સાંજે બે કલાક સિવાય સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે.
આરતી સવારે : ૦૬.૦૦ થી ૦૬.૩૦દર્શન સવારે : ૦૬.૦૦ થી ૧૧.૩૦દર્શન બંધ : ૧૧.૩૦ થી ૧૨.૩૦દર્શન બપોરે : ૧૨.૩૦ થી ૧૭.૦૦દર્શન બંધ : ૧૭.૦૦ થી ૧૯.૦૦આરતી સાંજે : ૧૯.૦૦ થી ૧૯.૩૦દર્શન સાંજે : ૧૯.૦૦ થી ૨૪.૦૦દર્શન બંધ : ૨૪.૦૦ થી ૦૬.૦૦
આ પણ વાંચો
Vastu : તમારા ઘરના મંદિરની નજીક ન રાખો આ વસ્તુઓ, થશે નુકસાન