Ambaji Melo: અંબાજી નજીક હાઇવે પર લાંબુ ટ્રાફિક જામ, 8 કલાકની જહેમત બાદ કરાયુ કન્ટ્રૉલ, જુઓ તસવીરો...

આજે અંબાજી મેળાનો પાંચમો દિવસ છે. અંબાજી તરફ જતા રસ્તા પર લાંબુ ટ્રાફિક જામ સર્જાયુ છે. ખેરાલુ નજીકના સતલાસણા રૉડ પર ગઇ મોડી રાતે આ ટ્રાફિક જામ સર્જાયુ હતુ.

Continues below advertisement

Ambaji Melo: આજે અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ છે, આજે પણ લાખોની સંખ્યામાં માઇ ભક્તો અંબાજી પહોંચ્યા છે, અને કેટલાય ભક્તો હજુ પગપાળા રસ્તામાં છે, શક્તિપીઠ અંબાજી તરફ જતા તમામ રસ્તાંઓ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે ખેરાલુ નજીકની ખાસ તસવીરો સામે આવી છે જેમાં લાંબો ટ્રાફિક જામ થયેલો દેખાઇ રહ્યો છે. ગઇકાલે ચોથા દિવસે અંબાજી તરફના ખેરાલુ નજીકનો હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયુ હતુ. 

Continues below advertisement


આજે અંબાજી મેળાનો પાંચમો દિવસ છે. અંબાજી તરફ જતા રસ્તા પર લાંબુ ટ્રાફિક જામ સર્જાયુ છે. ખેરાલુ નજીકના સતલાસણા રૉડ પર ગઇ મોડી રાતે આ ટ્રાફિક જામ સર્જાયુ હતુ.


ટ્રાફિકમાં વાહન ચાલકોની સાથે સાથે હજારોની સંખ્યામાં પદયાત્રિકો પમ ફસાયા હતા. 


કહેવાઇ રહ્યું છે કે, આ ટ્રાફિક પોલીસ અને સતલાસણા ખેરાલુ પોલીસના મિસ મનેજમેન્ટના કારણે સર્જાયુ છે. ટ્રાફિક જામના કારણે કલાકો સુધી પદયાત્રિકો રૉડ પર હેરાન પરેશાન થયા હતા. આ તમામ ભીડ ખેરાલુ સતલાસણા રૉડ ઉપર અંબાજી જતા પગપાળા પદયાત્રિકોની જોવા મળી રહી છે. ખાસ વાત છે કે ગઇ રાત્રે હાઇવે પર સર્જાયેલું આ ટ્રાફિક જામ આઠ કલાક સુધી રહ્યું હતુ. જોકે, બાદમાં ભારે જહેમત બાદ મોડી રાત્રે ટ્રાફિક જામને કન્ટ્રૉલ કરવામાં આવ્યુ હતુ.


વરસતા વરસાદની વચ્ચે ભક્તોનો જોશ હાઇ

ગુજરાતમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઇ ચૂક્યો છે, ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં શરૂ થઇ ચૂક્યો છે, ગુજરાતભરના માઇભક્તો ચાલીને અંબાજી તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા અને અંબાજીના નજીકના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર વરસાદી માહોલ હોવા છતાં ભક્તોનો જોશ હાઇ છે અને ચાલતા અંબાજી તરફ આગળ વધી રહ્યં છે. ભાદરવી પૂનમના મહા મેળાનો આજે ત્રીજો દિવસ ત્રીજા દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બનાસકાંઠામાં દાંતા પાલનપુર વડગામ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદનાં માહોલમાં પણ ભક્તો માના ધામમાં પહોંચવા માટે ઉત્સાહથી આગળ વધી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ભાદરવી પૂનમના મહા મેળામાં છ લાખથી વધુ માઇ ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી છે ત્યારે સતત અંબાજી દાતાના માર્ગો ઉપર ભક્તોનું ભારે પ્રવાહ વરસતા વરસાદમાં પણ જોવા મળી રહ્યો છે. ભક્તો બાધા માનતા પૂરી કરવા માટે દૂર દૂરથી પગપાળા વરસાદમાં પણ ચાલીને અંબાજી ધામ તરફ આગળ વધી રહ્યા છે.

 

Continues below advertisement
Sponsored Links by Taboola