ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે. 


બંગાળના દરિયા કાંઠે ભારે પવન સાથે વરસાદ થશે


અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સર્જાવાની શક્યતા  છે. 10થી 18માં સર્જાવાની શક્યતા છે. જે 10,11,12 રુદ્ર સ્વરુપ ધારણ કરશે. તેની અસરના લીધે બંગાળના દરિયા કાંઠે ભારે પવન સાથે વરસાદ થશે. આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત પશ્ચિમ બંગાળ અને મ્યાનમારમાં પણ વરસાદ થવાની શક્યતા છે. 



ગુજરાતમાં ગરમી પડવાની શક્યતા છે


તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાના કારણે અરબ સાગરનો ભેજ જે છે એ બંગાળના ઉપસાગર તરફ ખેંચાશે જેના કારણે ગુજરાતમાં ગરમી પડવાની શક્યતા છે. દેશના ઘણા ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે. એટલે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી થવાની શક્યતા છે. વડોદરા આણંદ અને અમદાવાદમાં વધારે ગરમી પડશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે ગરમી પડવાની શક્યતા છે. 


આ ઉપરાંત તેમણે કહ્યું કે  અરબી સમુદ્રમાં એક હળવા પ્રકારનું ચક્રવાત થવાની શક્યતા છે, જે 28 મેથી 10 જૂન થવાની શક્યતા છે. જો તેનો માર્ગ ગુજરાત તરફ હશે તો સૌરાષ્ટ્ર કચ્છમાં સારો વરસાદ થવાની શક્યતા છે.


દેશના વિવિધ ભાગોમાં વરસાદ


દેશના વિવિધ ભાગોમાં વરસાદ અને ઠંડા પવનો ચાલુ છે. રવિવારે (7 મે)ના રોજ પણ ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. સોમવારે (8 મે) સવારે પણ દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો અને વાતાવરણ ખુશનુમા બની ગયું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ સુધી વરસાદની સંભાવના છે.


ભારે વરસાદ અને ઠંડા પવનોને કારણે ભારતના ઘણા રાજ્યોને આકરા તડકા અને આકરી ગરમીથી ખૂબ જ મોટી રાહત મળી છે. દિલ્હી-એનસીઆરમાં  સોમવારે (8 મે) સવારે વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો. જોરદાર પવન સાથે ઘેરા વાદળો ચેતવણી આપી રહ્યા છે કે હવામાન હવે આવું જ રહેવાનું છે. અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.