ગાંધીનગર:  દેશભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં પણ  માવઠાના કારણે ખેતીને મોટું નુકસાન થયું છે.  હાલની સ્થિતિની વાત કરીએ તો કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત પર વાદળો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આજે  એક દિવસ કમોસમી વરસાદ થવાની શક્યતા જોવાઇ રહી છે.  કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, તાપી,ડાંગમાં  આજે   કમોસમી વરસાદ થઇ શકે છે.  હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,  ચોમાસાના પડધમ વાગી રહ્યા છે. પ્રિમોનસૂન એક્ટિવિટી પણ ચાલુ થવાની છે.  સવારમાં વાદળો આવચતા હોય છે અને બપોરે વાદળો ફરી જતા રહે આ પ્રકારની પ્રક્રિયા સતત એક મહિના સુધી ચાલતી રહે છે, આવી પ્રક્રિયાઓ શરુ થઈ ગઈ છે. જૂનની 15 તારીખની આસપાસમાં ચોમાસાની શરુઆત થવાની શક્યતા છે. 15થી 30માં ચોમાસુ શરુ થશે. 


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી  વરસાદ વરસી રહ્યો છે.  ઉત્તર ભારતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે.  પરંતુ ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત માવઠા સાથે થઇ છે. મે મહિનામાં પણ માહોલ ચોમાસા જેવો જોવા મળી રહ્યો છે.  


રાજ્યમાં આજે એક દિવસ કમોસમી વરસાદ બાદ વરસાદ બંધ થઇ જશે બાદ તાપમાનનો પારો ઉંચે જશે.   દાહોદ, ડાંગ, તાપી,રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો આવતીકાલથી રાજ્યમાં ફરીથી ગરમીનો પારો ઉંચકાય તેવી શક્યતા છે. .ગરમીનો પારો બેથી ચાર ડિગ્રી વધે તેવી શક્યતા 9મેએ અમદાવાદમાં ગરમીના યલ્લો એલર્ટની શક્યતા છે. 11થી 14 મે દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 44થી 46 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે.


રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ પડશે


રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ પડશે. 48 કલાક બાદ 3થી 5 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હજુ બે દિવસ ખેડૂતોના માથે માવઠાનું સંકટ યથાવત રહેશે. 


હવામાન વિભાગે આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત કચ્છમાં ભારે પવન સાથે માવઠાની સંભાવના છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.