ગાંધીનગર: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે. ગુજરાતમાં 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, આહવા, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમ્સથી વરસાદની પ્રબળ શક્યતાઓ છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી છે. થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી
હવામાનન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે, હવામાન વિભાગે આપેલી માહિત મુજબ હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. હળવાથી મધ્યમ વરસાદના અનુમાનને લઇને આગામી પાંચ દિવસ માછીમોરને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે આજે એટલે કે સોમવારે દિલ્હી સહિત દેશના 22 રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે.
આજે દિલ્હી-NCR સહિત દેશના 22 રાજ્યોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં દિલ્હીના લોકોને બફારા અને ગરમીથી રાહત મળશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે (31 જુલાઈ) રાજધાનીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. આ પહેલા શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
https://t.me/abpasmitaofficial