Weather Forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠાના સંકેત આપ્યાં છે. અંબાલાલ પટેલે આજથી જ રાજ્યમાં હવામાનમાં પલટાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ ગુજરાતમાં 25 નવેમ્બર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં 26 નવેમ્બર.થી વાવાઝોડું સક્રિય થશે. બપોર બાદ રાજ્યના ઘણા ભાગમાં વાદળછાયા વાતાવરણનું અનુમાન છે. . આ ઉપરાંત ડિસેમ્બરના પ્રારંભે પણ માવઠાની શક્યતા છે. ડિસેમ્બરના પ્રારંભે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જવાથી 6થી 9 ડિસે. વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી કરીછે. 15થી 17 ડિસેમ્બરના ફરી વાદળછાયું વાતાવરણ સર્જાશે. 21 ડિસેમ્બરથી રાજ્યમાં ગાત્રો થીજાવતી ઠંડીની પણ અંબાલાલ પટેલ આગાહી કરી છે. જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ફરી પલટો આવશે, ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પણ હવામાનમાં પલટાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી
વામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાશે. જે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેના કારણે વાવાઝોડા આવી શકે છે. જ્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ આગળ વધીને સોમાલિયામાં જતી રહે તેવી શક્યતા જોવાઇ રહી છે. જેના કારણે આ સિસ્ટમની અસર ગુજરાત પર નહિ થાય. જો કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25 નવેમ્બર બાદ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટછવાયો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કઇ દિશામાં કેટલી મજબૂતાઇ આગળ વધે તેના પર વાવાઝોડાનો આધાર રહેલો છે.
બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ રચાઈ રહી છે. એવો અંદાજ છે કે, 21 નવેમ્બરના અંતમાં અથવા 22 નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક નીચા દબાણનો વિસ્તાર વિકસી શકે છે. સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આ સિસ્ટમ રચના પછી સતત મજબૂત બનશે. તે પહેલા ઊંડા ડિપ્રેશનમાં ફેરવાશે અને પછી ઝડપથી ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. અહેવાલમાં જણાવાયું છે કે, વાવાઝોડામાં ફેરવાયા પછી, તે પૂર્વ કિનારા તરફ આગળ વધી શકે છે. તેની સૌથી મોટી અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અનુભવાઈ શકે છે.
ઠંડીની વાત કરીએ તો હવામાન અંગેની આગાહી આપતા તેમણે જણાવ્યુ છે કે, લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી °C નો વધારો થઈ શકે છે. ત્યારબાદ આ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેવાની સંભાવના છે. આજે અહીં લઘુત્તમ તાપમાન 15 °C રહેવાની શક્યતા છે.
સ્કાયમેટ વેધરના મતે, જો વાવાઝોડું રચાય છે, તો તે 27 થી 29 નવેમ્બરની વચ્ચે જમીન પર ટકરાઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, વાવાઝોડા વિશે ચોક્કસ માહિતી ત્યારે જ મળશે જ્યારે સિસ્ટમ 24 નવેમ્બરની આસપાસ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનના સ્તરે પહોંચશે. જો તે રચાય છે, તો તે આ સિઝનમાં બંગાળની ખાડીમાં બીજું ચક્રવાતી તોફાન હશે. IMD અનુસાર, 22 નવેમ્બરના રોજ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે, જે 24 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની ધારણા છે. ત્યાર બાદ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે.