ગાંધીનગરઃ વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે.  અંબાલાલ પટેલના કહેવા મુજબ ગુજરાતમાં 15 થી 30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે.


તેમણે આગાહી કરી છે કે ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગરબડ થઈ શકે છે. હાલ ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે.


 


Monsoon Updates: ચોમાસાને લઈ માઠા સમાચાર, હવામાન વિભાગે કરી આગાહી


Monsoon Update : દેશભરની જનતા કાળઝાળ ગરમીમાં રીતસરની સેકાઈ રહી છે. લોકો હવે કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે. લોકોની આ આતૂરતાનો અંત લાવતા હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય તારીખની સરખામણીમાં થોડો વિલંબ થઈ શકે છે. IMDનું કહેવું છે કે, કેરળમાં નૈઋત્યનું ચોમાસું 4 જૂને દસ્તક દે તેવી શક્યતા છે. 


જ્યારે ગયા વર્ષે ચોમાસું  29 મે તો 2021માં 3 જૂન અને 2020માં 1 જૂને દક્ષિણ રાજ્યમાં પહોંચ્યું હતું. આ ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.


IMDએ ગયા મહિને કહ્યું હતું કે, અલ નીનોની સ્થિતિ હોવા છતાં, ભારતમાં ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ થવાની ધારણા છે. IMDના અધિકારી કુલદીપ શ્રીવાસ્તવે આજે મંગળવારે જણાવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોને અસર કરતા પશ્ચિમી વિક્ષેપને કારણે મેના પહેલા જ બે અઠવાડિયામાં હીટવેવની સ્થિતિ ઓછી ગંભીર હતી.


"હીટવેવની શક્યતા નહીં પણ તાપમાન વધશે"









ફૂંકાશે ભારે પવન


કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, આ ઉપરાંત ગત અઠવાડિયે તાપમાન ઘણું વધારે હતું, તે મોટાભાગના ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ રહ્યું હતું. વાતાવરણ શુષ્ક છે અને 40-45 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો સપાટી પરથી ધૂળ ઉડીને વાતાવરણમાં ફેલાઈ રહી છે. મુખ્યત્વે આ ધૂળ 1-2 કિમીની ઉંચાઈ સુધી ફેલાઈ રહી છે