રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. સૌરાષ્ટ્રમાં બે દિવસ કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. રાજ્યના મોટાભાગના શહેરોમાં હાડ થીજાવતી ઠંડીથી શહેરીજનો ઠૂઠવાયા હતા. આજે રાજકોટમાં ઠંડીનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 7.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. હજુ પાંચ દિવસ સુધી નલિયાનું તાપમાન 7 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. બીજી તરફ રાજકોટમાં 9.1 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.

Continues below advertisement

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે કે હજુ આગામી 48 કલાક રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત રહેશે. રાજસ્થાનના ભાગોમાં ઠંડી પડવાની શક્યતાને લઈને રાજ્યમાં પણ તેની અસર થશે. એટલુ જ નહીં, પતંગ રસિકો માટે અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. ઉત્તરાયણમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. 17 ડિસેમ્બર બાદ રાજ્યના લઘુતમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 18 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 20 ડિગ્રી તાપમાન રહેવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.

આજે પણ રાજકોટ શહેરનું લઘુત્તમ તાપમાન 9થી 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જવાની શક્યતાઓ છે. 5થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાવવાને કારણે ઠંડી વધી શકે છે. આ સિવાય દાહોદ, ડીસા, નર્મદા, ભુજ, પોરબંદર, અમરેલીમાં પણ 13 ડિગ્રીથી નીચે પારો રહ્યો હતો. હવામાન વિભાગે હજુ 2 દિવસ સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કરી છે.

Continues below advertisement

ગુજરાત નજીકના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે માઈનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાતા ચારેય તરફ બરફની ચાદર છવાઈ છે. માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ પર બરફની ચાદર છવાઈ છે. પ્રવાસીઓમાં કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા હતા. પ્રવાસીઓ પણ કાતિલ ઠંડીમાં ઠુંઠવાતા તાપણા કરીને ઠંડીથી રાહત મેળવી રહ્યા છે.

ઉત્તર ભારતમાં પહાડો પર જેમ જેમ બરફવર્ષા વધી રહી છે. તેમ તેમ મેદાની વિસ્તારોમાં ઠંડીથી હાલ બેહાલ થઈ રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર દિલ્લી,યુપીથી લઈને પંજાબ હરિયાણા, રાજસ્થાન, બિહાર ઝારખંડમાં હજુ પણ કાતિલ ઠંડી પડશે. તો ઠંડી અને ધુમ્મસને કારણે અત્યારથી જ લોકોની મુશ્કેલી વધવા લાગી છે. રાજધાની દિલ્લામાં કાતિલ ઠંડીની સાથે ભારે પવન ફૂંકાી રહ્યા છે. વહેલી સવાર દિલ્લી NCR સહિત અનેક વિસ્તારોમાં ઠંડીની સાથે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દિલ્લીમાં 28 વર્ષ બાદ ડિસેમ્બરની શરૂઆતમાં જ આટલી ઠંડી પડી રહી છે. બુધવારે દિલ્હીનો પારો 4.9 ડિગ્રી સુધી પહોંચી ગયો જે સામાન્યથી 5 ડિગ્રી ઓછું છે. હજુ આગામી બે દિવસ પણ શીતલહેરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ ચંડીગઢમાં કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ અનુસાર 15 ડિસેમ્બર સુધી પંજાબ ચંડીગઢમાં તાપમાનમાં ઘટાડો યથાવત રહેશે. મધ્યપ્રદેશમાં પણ 3 દિવસથી જબરદસ્ત ઠંડી પડી રહી છે. ભોપાલ, ઈન્દોર સહિત 21 જિલ્લામાં તાપમાનનો પારો ખતરનાક રીતે ઘટી રહ્યો છે.