Weather Forecast:રાજ્યમાં માર્ચની શરૂઆત થતા કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 3થી 4 દિવસમાં ગરમીથી રાહતના સંકેત આપ્યા છે. આ સમય દરમિયાન એકથી બે ડીગ્રી તાપમાનનો પારો ગબડી શકે છે. જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ રાજ્યમાં વાતાવરણમાં પલટા સંકેત આપ્યા છે.અંબાલાલની આગાહી મુજબ એપ્રિલ માસની શરૂઆતથી ગુજરાતમાં આંધી વંટોળન નું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી જ પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે, એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 20 એપ્રિલ બાદ આકરા તાપનો અનુમાન છે. 20 એપ્રિલ થી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. મે માસમાં પણ કાળઝાળ ગરમીનું અનુમાન છે. મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી 45 ડિગ્રીને પાર જઇ શકે છે.
યૂપીમાં આંધીનું એલર્ટ, પૂર્વોત્તરમાં ભારે વરસાદ મચાવી શકે છે તબાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના વિવિધ ભાગોમાં વરસાદ, હિમવર્ષા, તેજ પવન, તોફાન અને કરા જોવા મળ્યા હતા અને આ જ સ્થિતિ આગામી કેટલાક દિવસો સુધી યથાવત રહેવાની શક્યતા છે. આ સાથે અનેક વિસ્તારોમાં તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો.ઉત્તર પ્રદેશના નોઈડાથી લખનઉ સુધી તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. દિવસભરની આકરી ગરમી બાદ લોકોને રાહત મળવાની આશા ઓછી છે. હવામાન વિભાગની વાત માનીએ તો પશ્ચિમ યુપીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશના નોઈડાથી લખનઉ સુધી તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. દિવસભરની આકરી ગરમી બાદ લોકોને રાહત મળવાની આશા ઓછી છે. હવામાન વિભાગની વાત માનીએ તો પશ્ચિમ યુપીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.તે જ સમયે, આજથી 5 એપ્રિલ સુધી અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ, હિમવર્ષા અને વીજળીના ચમકારાની શક્યતા છે.
ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે પવન અને વરસાદની સંભાવના છે. બિહારમાં કરા પડી શકે છે.પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને કરા જોવા મળ્યા હતા.