અમદાવાદ: રાજ્યમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી સામે હાઈકોર્ટમાં થઇ જાહેર હિતની અરજી કરવામાં આવી છે. ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવવાની આ અરજીમાં માંગ કરવામાં આવે છે.ઉતરાયણ દરમિયાન લોકો અને પક્ષીઓના થતાં મોત અને ઈજાઓનો મુદ્દો આ અરજીમાં ઉઠાવવામાં આવ્યો છે.
પતંગ ઉડાડવા અને ધર્મને કોઈ નિસ્બત નહિ હોવાનો પણ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે. એક મહિના પહેલાથી થતી ઉજવણી પર રોક લગાવવાની માગ કરવામાં આવી છે. જેને લઈને આગામી દિવસોમાં તેની સુનવણી હાથ ધરવામા આવશે.