વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે.  રાજ્યના છ શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રીને નીચે પહોંચી ગયો છે.  જ્યારે ચાર શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે.  નવ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.  રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીની વાત કરીએ તો નલિયા બાદ કેશોદમાં ઠંડીનો પારો 12.2 ડિગ્રી પર પહોંચ્યો હતો.  જ્યારે ડીસામાં ઠંડીનો પારો 12.5 ડિગ્રી પર પહોંચ્યો હતો.  વડોદરામાં ઠંડીનો પારો 13 ડિગ્રી પર પહોંચ્યો હતો.  જ્યારે મહુવામાં ઠંડીનો પારો 13.5 ડિગ્રી પર પહોંચ્યો હતો.  વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 13.6 ડિગ્રી પર પહોંચ્યો હતો.  તો વલસાડ, ભૂજ, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે.

Continues below advertisement

 સંઘ પ્રદેશ દમણમાં ઠંડીનો પારો 14.4 ડિગ્રીને આંબી ગયો છે. તો અમરેલીમાં ઠંડી 14.4 ડિગ્રી નોંધાઈ હતી.  અમદાવાદમાં ઠંડીના પારો 14.7 ડિગ્રી, ભાવનગરમાં 14.8 ડિગ્રી તો સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 15.5 ડિગ્રી પર પહોંચ્યો છે.. સુરતમાં ઠંડીનો પારો 18.2 ડિગ્રી પર પહોંચ્યો છે.

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ ભારે બરફવર્ષાની આગાહી છે. જેના કારણે ઉત્તર ભારતથી લઈને ગુજરાત સુધી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે કાશ્મીરમાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જમ્મુ-કશ્મીના નમર્ગમાં ભારે હિમવર્ષાના કારણે વાતાવરણ ખીલી ઉઠ્યું છે સોનમર્ગમાં અંદાજે 9 ઈંચથી વધુ બરફવર્ષા થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે બરફવર્ષા થવાનો અંદાજ છે. શ્રીનગર-લેહ હાઈવે કરાયો બંધ કરાયો છે. શોપિયાં અને રાજોરી-પૂંછને જોડતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે.

Continues below advertisement

ગુજરાતના ખેડૂતો માટે માઠાના સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, સાયક્લોન Mandousની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરની સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ કાર્યરત થઈ છે. જેને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે 13 અને 14 ડિસેમ્બરે ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, નર્મદા તો 15 ડિસેમ્બરે સુરત, તાપી, ભાવનગરમાં માવઠુ પડી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય થનારી આ સિસ્ટમથી સૂસવાટાભેર પવનો પણ ફૂંકાઈ શકે છે. ફરી કમોસમી વરસાદને લઈ નવસારીમાં બાગાયતી પાકને નુકસાનની ભીતી છે