ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતો માટે માઠાના સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, સાયક્લોન Mandousની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.


બંગાળની ખાડીમાં લો પ્રેશરની સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ કાર્યરત થઈ છે. જેને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે 13 અને 14 ડિસેમ્બરે ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, નર્મદા તો 15 ડિસેમ્બરે સુરત, તાપી, ભાવનગરમાં માવઠુ પડી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય થનારી આ સિસ્ટમથી સૂસવાટાભેર પવનો પણ ફૂંકાઈ શકે છે. ફરી કમોસમી વરસાદને લઈ નવસારીમાં બાગાયતી પાકને નુકસાનની ભીતી છે.


આગાહીને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિવિધ તકેદારી રાખવાની પણ સૂચનાઓ આપી દેવાઈ છે. વર્ષ 2022 માં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાકમાં નુકસાન થયું છે એવામાં ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની શક્યતાઓને લઈને ખેડૂતોમાં હાલ ચિંતા વધી છે. ગણદેવી, અમલસાડ અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક ઉપાયો કરી રહ્યા છે.


Banaskantha: જાણો બનાસકાંઠામાં ક્યા ધારાસભ્યને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન


બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પરિણામ બાદ મંત્રીમંડળમાં કોને મળશે સ્થાન અને કોણ મારશે બાજી તેને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠામાં ચાર ભાજપ, ચાર કોંગ્રેસ અને એક અપક્ષ ધારાસભ્ય બન્યા છે જ્યારે ભાજપના ધારાસભ્યમાંથી કોને અને કહ્યું પદ મંત્રીમંડળમાં મળશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.


બનાસકાંઠા જિલ્લામાં ભાજપમાંથી ચાર કદાવર નેતા ધારાસભ્ય બન્યા છે ત્યારે મંત્રીમંડળના વિસ્તરણને લઈને ભાજપ દ્વારા નામો પર ચર્ચામાં હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાંથી ઓબીસી ચહેરાને મંત્રીમંડળનું પદ મળી શકે તેમ છે ત્યારે એ સમગ્ર મામલે સહકારી આગેવાનો મતે ઓબીસી ચહેરો આપવો જોઈએ. ઓબીસી ચહેરામાં શંકર ચૌધરી કે પછી કેશાજી ચૌહાણ કે પ્રવીણ માળીનો સમાવેશ થાય છે. સહકારી આગેવાનના મતે શંકર ચૌધરીને મંત્રીમંડળનો અનુભવ છે અને બનાસ ડેરીના ચેરમેન હોવાથી ખેડૂતો સાથે સીધા સંપર્કમાં છે તો બીજી તરફ ઓબીસીમાં નાની સમાજમાં પ્રવીણ માળીનું નામ પણ મોખરે છે. ત્યારે સહકારી આગેવાનના મતે શંકર ચૌધરીને મંત્રીમંડળમાં સમાવેશ કરી સારો હોદ્દો આપવાથી વિકાસ કાર્યો વેગવંતા બની શકે છે.







ભૂપેન્દ્ર પટેલે સરકાર બનાવવાનો રાજ્યપાલ સમક્ષ દાવો કર્યો રજૂ






ગુજરાતમાં ફરી એક વખત ભૂપેન્દ્ર ભાઈ પટેલને સત્તાની બાગડોર સોંપવામાં આવી છે.  ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ મંજૂર થયા બાદ તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. નવી સરકાર રચવા માટે પાર્ટીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરી છે. આજે કમલમમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠક માટે ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહીત ભાજપના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. આ બેઠકમાં નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે. હવે 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી યોજાશે.