અમિત શાહ ગુજરાતનીચાર દિવસની મુલાકાતે, મંત્રીઓ સાથે ચૂંટણીની રણનીતિ અંગે થઈ શકે ચર્ચા
abpasmita.in | 26 Oct 2016 09:10 AM (IST)
અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચાર દિવસની ગુજરાત મુલાકાતે છે. ત્યારે 29 ઓક્ટોબર સુધી એટલે કે દિવાળીના આગલા દિવસ સુધી તેઓ અમદાવાદ ખાતે રોકાશે. આ દરમિયાન મુખ્યમંત્રી સહિતના સરકારના અન્ય મંત્રીઓ અને સંગઠનના હોદેદારો સાથે બેઠક કરે તેવી પણ શક્યતાઓ છે. આ ઉપરાંત અમિત શાહ પ્રદેશ સ્તરના સંગઠનના માળખામાં બાકી રહી ગયેલા ઉપ પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂકો પણ કરશે. ગુજરાત વિધાનસભાની ચુંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ચાર દિવસ દરમિયાન સંગઠનના કેટલાક મંત્રીઓ સાથે રણનીતિ અંગે ચર્ચા થાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે.