અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આમ તો તેઓ પારિવારક મુલાકાતે છે પરંતુ આજે તેઓ ભાજપના અગ્રણીઓને મળશે. આજે સાંજે પાંચ વાગ્યે અમિત શાહની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની બેઠક મળશે. કમલમ ખાતે સાંજે 5 વાગ્યે આ બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાત ભાજપ સંગઠનને મજબૂત કરવાના મુદ્દે અને સરકારની કામગીરીને લઈને ચર્ચા થશે. આ મીટીંગ બાદ અમિત શાહ દિલ્લી જવા રવાના થશે.