રાજુલાઃ અમરેલી જિલ્લામાં સાધ્વીની હત્યાથી સમગ્ર વિસ્તાર ચકચાર મચી ગઈ છે. રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ નજીક આવેલ ઓમ નારાયણ આશ્રમના સાધ્વીની હત્યા કરવામાં આવી છે. આશ્રમમાં સાધ્વી તરીકે કામ કરતી મહિલાની આશ્રમમાં જ તીક્ષિણ હથિયાર વડે હત્યાથી ચકચાર મચી ગઈ છે. 


સમગ્ર પંથકમાં માતાજી તરીકે ઓળખાતી સાધ્વીની આશરે ઉંમર 45 હત્યાને લઈ પોલીસ દોડી આવી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામા ગામ લોકો દોડી ગયા હતા. પોલીસ દ્વારા હત્યારાને શોધવા કવાયત શરૂ કરી છે. જોકે, સાધ્વીની હત્યા કોણે અને કેમ કરી તેને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. 


અમરેલીમાં ધારીના ચલાલા શહેરમાં રહેણાક મકાનમાં માતા અને બે દીકરીઓના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. માતાએ બે પુત્રીઓ સાથે આપઘાત કર્યો હોવાનું સામે આવતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બેડરૂમમાં સળગી જતાં ત્રણેયના મોત નીપજ્યા હતા. ચલાલા શહેરમાં આવેલ હરિધામ સોસાયટીમાં આગની ઘટના બની હતી. એક મહિલા અને બે દીકરીઓના સળગી જતાં મોત થયા છે. 


મામલતદાર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઇટર પહોંચે તે પહેલાં પોલીસે અને સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરૂ. ત્રણેય મૃતદેહને ચલાલા સિવિલ પીએમ અર્થે ખસેડાયા છે. માતા સાથે બે દીકરીઓનું બેડરૂમમાં સળગીને મરી જતાં પંથકમાં શોક સાથે ચકચાર મચી ગઈ છે. 


 


મૃતક 
1 સોનલબેન ભરતભાઇ દેવમુરારી ઉ.40
 2. હિતાલિબેન ભરતભાઇ ઉ.14
 3. ખુશીબેન ભરતભાઇ ઉ.3 માસ


 


મોરબીઃ મોરબીના લખધીરપૂર ગામે યુવતીના લગ્ન દરમિયાન તેની બહેનનું મોત થઈ જતાં લગ્ન માતમમાં ફેરવાઈ ગયા હતા. 21 વર્ષીય યુવતીને બહેનના લગ્ન સમયે જ હાર્ટ એટેક આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હેતલબેન જગદીશભાઈ પરમારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.  હેતલબેનના મોટા બેનના રાત્રિના લગ્ન હોય અને મોટા બેન ફેરા ફરતા હતા. દરમિયાન હેતલબેનને હાર્ટ એટેક આવ્યો હતો. હેતલબેનના મમ્મીનું આશરે 8 મહિના પહેલા કોરોના મૃત્યુ થયું હતું, તેના આઘાતના કારણે હેતલબેનને લાગી આવતા હાર્ટ એટેક આવ્યો હોવાનું તેમના સગા પાસેથી જાણવા મળ્યું છે. 


 


જામનગરઃ લાલપુરના મચ્છુ બેરાજા ગામે ઇલેક્ટ્રીક કરંટ લાગતા પિતા-પુત્રના મોત થયા છે. પિતા પુત્રના મોતને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે. વાડીએ મોટર બંધ કરવા જતાં પુત્રને કરંટ લાગતા પિતા બચાવવા જતા પિતાને પણ કરંટ લાગતા બંનેના મોત થયા હતા. ગઈ કાલે સાંજે ઘટના બની હતી.